ગાઝિયાબાદના લોનીમાં એક ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. આગ લાગવાના કારણે પરિવારના 6 સભ્યોના મોત થયા છે. એક જ ઘરના 6 સભ્યોના મોતથી સમગ્ર વિસ્તારમાં માતમ ફેલાયો છે.
લોની બોર્ડર પોલીસ સ્ટેશન વિસ્તારની બેહતા હાજીપુર મૌલાના આઝાદ કોલોનીમાં આ ઘટના બની છે. જેમાં મરનારા લોકોમાં 5 સગીર વયના છે.