મુંબઇ : કોરોના સંક્રમણના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં આવી રહ્યા છે. ત્યારે મુંબઇમાં 53 પત્રકારો કોરોના પોઝિટિવ આવ્યા છે. તેની સાથે જ દેશભરમાં હલચલ મચી ગઇ છે. ત્યારે ચોંકાવનારી વિગત એ છે કે, તેમાંથી 99 % લોકોમાં કોઇ લક્ષણ જોવા મળ્યા નહોતા.
આ બધા પત્રકાર કર્મચારીઓ વિવિધ મીડિયા ચેનલોમાં કાર્યરત છે. આમાંના કેટલાક પત્રકારોએ રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેની પ્રેસ કોન્ફરન્સમાં પણ ઘણી વાર ભાગ લીધો હતો. જ્યારે આ પત્રકારો પરિવારને લઇ ચિંતિત જોવા મળ્યા હતા. ગયા અઠવાડિયે પાલિકાએ પત્રકારો અને કેમેરામેનોનું કોરોના પરીક્ષણ કર્યુ હતું. આમાંના ઘણામાં કોરોના વાયરસનાં લક્ષણો દેખાયા નહોતાં.