હૈદરાબાદઃ ગૃહ મંત્રાલય દ્વારા (MHA) રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જણાવ્યા મુજબ તાજેતરના સંપર્કથી રોહિંગ્યા શરણાર્થીઓમાં કોવિડ-19ના જોખમને જોતાં તેને રડાર હેઠળ લાવવામાં આવ્યા છે. MHAએ કહ્યું કે, રોહિંગ્યા અને તેમના સંપર્કોની તપાસ કરવી પડી શકે છે. કારણ કે, એવા અહેવાલો સામે આવ્યા છે કે, તેમાંના કેટલાકે હરિયાણા અને દિલ્હીમાં તબલીઘી જમાતની બેઠકમાં હાજરી આપી હતી.
પોલીસ અધિકારીઓ અને સ્થાનિક કાર્યકરોના મતે હૈદરાબાદ આસપાસના વિસ્તારોમાં આશરે 5000 જેટલા રોહિંગ્યા રહે છે. તેમાંથી મોટાભાગના લોકો હૈદરાબાદની સીમમાં બાલાપુરમાં રહે છે અને રોજિંદા વેતન કામદારો છે.
આ મહિનાની શરૂઆતમાં 4 રોહિંગ્યાઓને તેમની મુસાફરીના ઇતિહાસના આધારે તેલંગાણા પોલીસે ઓળખ કરી હતી. નોંધનીય છે કે, તે બધા જ લોકો ઉત્તર ભારતમાં તબલીઘી જમાત કાર્યક્રમો માટે ગયા હતા અને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. તેઓને પહેલેથી જ કોરોના નેગેટિવ પરીક્ષણ આવ્યું છે.