ભવિષ્યમાં બનવા માગે છે આઈએએસ !
અલી હમજાએ જણાવ્યું હતું કે, મોટો થઈને તે આઈએએસ ઓફિસર બની સમાજની સેવા કરવા માગે છે. ઉપરાંત તે પોતાના માતા-પિતાની પણ સેવા કરવા માગે છે. તેને એક હજારથી પણ વધુ પ્રશ્નોના જવાબ સરળતાથી યાદ રહે છે.
માત્ર 2 વર્ષની ઉંમરમાં જ લાગી હતી ભણવાની ઘેલછા !
અલી હમજાની માતા શાઝિયા સુલ્તાન જણાવે છે કે, અલીને ભણવાની ઘેલછા 2 વર્ષનો હતો ત્યારથી છે. તે એટલા બધા પ્રશ્નો પુછે છે કે, ક્યારેક તો ઘરના લોકો અને તેની શાળા શિક્ષકોની પણ મૂંઝવણમાં મુકાઈ જાય છે. તેની યાદશક્તિ એવી છે કે, એક વખત સાંભળી લીધા બાદ તે વાત તેને યાદ રહી જાય છે. જે ક્યારેય ભૂલતો નથી.