મધ્યપ્રદેશ: રાજગઢ જિલ્લાના સારંગપુર શહેર નજીક ગોપાલપુરા બાયપાસ પર એક ભયાનક અકસ્માત થયો હતો. જેમાં 5 લોકોના મોત થયાં છે. તેમજ અન્ય 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. તેમજ ઇજાગ્રસ્ત લોકોને નજીકની સારંગપુર હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. હાલ ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ છે.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કારમાં બેઠેલા 5 વ્યકિતમાંથી ફકત એક બાળક જ બચ્યો હતો. તેમજ પરિવારના બાકીના સભ્યોના મોત થયાં છે. આ લોકો મહારાષ્ટ્રથી ઉત્તરપ્રદેશ જઈ રહ્યા હતા.