પ્રાપ્ત માહિતી મુજબ, આ તમામ ઘાયલોમાં SSBના કમાન્ડર પણ સામેલ હતા. તેમને ગંભીર ઇજા પહોંચી હતી. પ્રદર્શન કરનાર લોકોએ બારામુલા રાષ્ટ્રીય રાજમાર્ગના અમુક ભાગ પર તૈનાત સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો હતો.
પટ્ટનમાં બનેલી આ ઘટનામાં આસિસ્ટેન્ટ કમાન્ટર સહિત 47 સુરક્ષાકર્મીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે સુરક્ષાકર્મીઓએ પણ જવાબી હુમલો કર્યો હતો. જેમાં કેટલાક પ્રદર્શન કરનાર લોકો ઘાયલ થયા હતા.
તમને જણાવી દઇએ કે, જમ્મુ-કાશ્મીરમાં 3 વર્ષની બાળકી પર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યો હતો. જેથી સ્થાનિકો રોષથી ભરાયા હતા અને તેમણે પ્રદર્શન કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન લોકોએ સુરક્ષાદળોના જવાનો પર હુમલો કર્યો હતો. 8 મેના રોજ બાંદીપોરામાં બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનામાં આરોપીની ટૂંક સમયમાં જ ધરપકડ કરવામાં આવી હતી.