વરસાદને કારણે સર્જાયેલી આ હોનારતને પહોંચી વળવા મોટી સંખ્યામાં રાહત અને બચાવ ચાલી રહ્યું છે. સંકટના પગલે ગૃહ મંત્રાલયે પણ ખતરામાંથી બચવા માટે જાહેર કર્યું છે. ગૃહ મંત્રાલયના આંકડા મુજબ અત્યાર સુધી 2000 લોકોને બચાવવામાં આવ્યા છે.
વરસાદથી હાઈવે પર વહાનવ્યવહાર ઠપ થયો છે. કેટલાક જિલ્લામાં પુર અને ભૂસ્ખલનને કારણે ભારી તબાહી થઇ છે.
વરસાદને કારણે બખરાહા, લોહંદ્રા, જુડી, સિંધિંયા અને કેશલિયા નદીઓનું પાણી આસપાસના ઘરોમાં ધુસી ગયું છે. જેના કારણે 4000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
મોસમ વિભાગના જણાવ્યા પ્રમાણે, માત્ર સિમારા જિલ્લામાં 24 કલાકમાં 311.9 મિમી, જનકપુર જિલ્લામાં 245.2 મિમી વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન કાઠમાંડૂમાં 115.2 મિમી થયો છે.