અમરાવતી: આંધ્રપ્રદેશમાં શનિવારે છેલ્લા 24 કલાકમાં કુલ 43 નવા કોરોના વાઈરસના પોઝિટિવ કેસ અને 3 મૃત્યુ નોંધાયા છે. આંધ્રપ્રદેશમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1,930 અને મૃત્યુઆંક 44 થયો છે.
સત્તાવાર માહિતી અનુસાર, નવા કેસોમાંથી 26 દર્દીઓ એવા લોકો છે કે, જેઓ ગુજરાતથી પરત ફર્યા છે, જ્યારે એક કર્ણાટકનો પરત ફર્યો છે.
આંધ્રપ્રદેશ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં આંધ્રપ્રદેશમાં 43 નવા કોરોના પોઝિટિવ કેસ અને 3 મૃત્યુ નોંધાયા છે. તેમાંથી 26 ગુજરાતથી અને 1 કર્ણાટકથી પરત ફર્યા છે.
રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 8,388 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી 43 કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે કુલ કેસ વધીને 1,930 થયા છે. તેમાંથી 999 વ્યક્તિઓ પોઝિટિવ કેસ છે. રાજ્યમાં મોતનો આંકડો 44 થયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશની કુલ 1,981ના મોત નિપજ્યા છે. જ્યારે 59,662 નોંધાયા છે.