ETV Bharat / bharat

દિલ્હીમાં વધુ 4266 નવા કોવિડ કેસ નોંધાયા, કુલ આંકડો 2 લાખને પાર - number of covid-19 patient in delhi

રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 4266 નવા કેસ નોંધાયા છે. આ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 2,09,748 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 21 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે મૃતકોની કુલ સંખ્યા 4687 છે. હાલમાં દિલ્હીમાં કોરોનાથી 26907 સક્રિય દર્દીઓ છે. તો 1,78,154 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

etv bharat
દિલ્હીમાં 4266 નવા કોવિડ કેસ નોંધાયા
author img

By

Published : Sep 12, 2020, 9:16 AM IST

નવી દિલ્હી : રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 4266 નવા કેસ નોંધાયા છે.આ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 2,09,748 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 21 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે મૃતકોની કુલ સંખ્યા 4687 છે. હાલમાં દિલ્હીમાં કોરોનાથી 26907 સક્રિય દર્દીઓ છે. તો 1,78,154 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

etv bharat
દિલ્હીમાં 4266 નવા કોવિડ કેસ નોંધાયા

24 કલાકમાં 2754 દર્દીઓ સાજા થયા

દિલ્હીમાં કોરોના સંક્રમણ દર 10.37 ટકા થઈ ગયો છે. કોરોના સંક્રમણોનો કુલ આંક વધીને 2,09,748 પર પહોંચ્યો છે. જો કે, આમાંના 1,78,154 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન માત્ર 2754 લોકો કોરોનાથી સાજા થયા છે. શનિવારે રિકવરી રેટ નીચે આવી ગયો છે અને હવે તે ઘટીને 84.93 ટકા પર પહોંચ્યો છે.

અત્યાર સુધી 4687ના મોત

દિલ્હીમાં પણ મોટી સંખ્યામાં લોકો કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાથી 21 લોકોના મોત થયા છે. શનિવારે થયેલા વધારા પછી દિલ્હીમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4687 પર પહોંચી ગયો છે. અને કોરોનાને કારણે મૃત્યુઆંક હવે વધીને 2.23 ટકા થઈ ગયો છે.

26 હજારથી વધુ સક્રિય દર્દીઓ

દિલ્હીમાં કોરોનાના સક્રિય દર્દીઓ વિશે વાત કરીએ તો આ સંખ્યા હવે વધીને 26907 થઈ ગઈ છે. શનિવારે વધારા સાથે સક્રિય દર્દીઓનો દર વધીને 12.82 ટકા થયો છે. હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. દિલ્હીમાં હવે આ સંખ્યા 14571 પર છે.

24 કલાકમાં રોકોર્ડ 60 હજાર પરીક્ષણો કરાયા

દિલ્હી સરકાર સતત મોટા પાયે કોરોના નમૂનાના પરીક્ષણો કરી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હીમાં 60580 પરીક્ષણો કરવામાં આવ્યા છે. આ એક દિવસમાં કરવામાં આવેલા વન ડે ટેસ્ટમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. હાથ ધરવામાં આવેલા પરીક્ષણોમાં 8305 ઝડપી આરટીપીસીઆર દ્વારા અને 52275 ઝડપી એન્ટિજેન દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યા છે. આ પછી, દિલ્હીમાં લેવામાં આવેલા નમૂનાના પરીક્ષણોની કુલ સંખ્યા વધીને 20,22,700 થઈ ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.