નોંધનીય છે કે, રક્ષાપ્રધાન રાજનાથ સિંહ, સેના પ્રમુખ જનરલ બિપિન રાવત, IAFના એર ચીફ માર્શલ આર.કે.એસ ભદૌરિયા, નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહ, પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામને DRDO ભવનમાં તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી.
આ તકે 41માં DRDO નિર્દેશકોના સંમેલનમાં સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યું કે, DRDOઆ નક્કી કરવા માટે પ્રયત્ન કર્યો કે, અમારી આવશ્યક્તાઓને ઘરેલૂ સમાધાનોના માધ્યમથી પૂરી કરવામાં આવે. તેમણે કહ્યું કે, અમને વિશ્વાસ છે કે, સ્વદેશી હથિયાર પ્રણાલિયો અને ઉપકરણોના માધ્યમથી આગામી યુદ્ધ લડીશું અને વિજય મેળવીશું. સેના પ્રમુખે વધુમાં કહ્યું કે, ભવિષ્યમા યુદ્ધ માટે પ્રણાલિયોને જોઈ રહ્યાં છે. જેમાં સાઈબર, સ્પેસ, લેઝર, ઈલેક્ટ્રોનિક અને રોબોટિક ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજસના વિકાસને શરૂ કરવો પડશે.
આ પહેલા સંમેલનને સંબોધિત કરતા ભારતીય નેવીના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહે કહ્યું કે, મારા પાસે ત્રણ સૂચન છે. એક છે ટેકનોલોજી, બીજી અમેરિકામાં DARPA જેવા મોડલો પર નજીકથી નજર રાખવી જોઈએ. ત્રીજું છે કે, નાના સમયના ઈનોવેટર્સને પ્રોત્સાહિત કરવાની જરૂર છે.