કલમ 370ને નાબૂદ કર્યા બાદ 36 કેન્દ્રીય પ્રધાન પહેલીવાર જમ્મુ કાશ્મીરના પ્રવાસે જોવા મળશે. જ્યાં તેઓ જમ્મુના 51 સ્થળો સહિત કાશ્મીરના 8 સ્થળોની મુલાકાત લેશે.
આ પ્રવાસ અંગે કેન્દ્રીય પ્રધાનના નામ જાહેર કરતી વખતે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે," પ્રધાનોનુ મુખ્ય કામ સરકાર દ્વારા થતાં વિકાસ કાર્યોને લોકો સુધી પહોંચાડવાનું છે. જેની માટે આ પ્રધાનોને જમ્મુ કાશ્મીર મોકલવામાં આવશે. જ્યાં તેઓ સરકારના વિકાસ કાર્યો લોકો સુધી પહોંચાડશે."
આ પ્રવાસની યાદીમાં કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ, રેલવે પ્રધાન પિયુષ ગોયલ, કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાની, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડી, સંસ્કૃતિ પ્રધાન મહેન્દ્ર નાથ પાંડે અને ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ વી.કે.નું નામ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે 5 ઑગ્સ્ટ 2019માં જમ્મુ કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યુ હતું. તેમજ લદ્દાખને અલગ કરીને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપ્યો હતો.