ફોર્ચ્યુન દ્વારા આ સપ્તાહે રીપોર્ટમાં જણાવ્યું છે કે, મુંબઈ સ્થિત હેડઓફિસ ધરાવતી ટીસીએસએ 31 માર્ચના રોજ સમાપ્ત થયેલ નાણાકીય વર્ષમાં 29,287 કર્મચારીઓની ભરતી કરી છે. તેમજ બેંગલુરુમાં ઈન્ફોસીસ કંપનીએ 24,016 સોફટવેરના જાણકાર ટેકનિકલ સ્ટાફની ભરતી કરી છે. નાણાકીય વર્ષ 2018-19માં આ બન્ને કંપનીએ કુલ 53,303 નવા કર્મચારીઓની ભરતી કરી છે. જ્યારે નાણાકીય વર્ષ 2017-18માં આ બન્ને કંપનીઓએ 11,500 નવા કર્મચારીઓની ભરતી કરી હતી.
નાણાકીય વર્ષ 2017-18માં ટીસીએસએ કુલ 7,775 કર્મચારીઓની ભરતી કરી હતી, જ્યારે ઈન્ફોસીસે કુલ 3,743 લોકોની ભરતી કરી હતી. ફોર્ચ્યુનના રીપોર્ટમાં કહેવાયું છે કે, 167 અબજ ડૉલરના ભારતીય સોફટવેર સેવા ઉદ્યોગમાં તેજીનો દોર શરૂ થયો છે.
નિષ્ણાતોના કહેવા મુજબ 2019માં આઈટી કંપનીઓ ડેટા સાયન્સ, ડેટા એનાલિસીસ, સોલ્યૂશન આર્કિટેક્સ, પ્રોડક્ટ મેનેજમેન્ટ, ડિજિટલ માર્કેટિંગ, મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, બ્લોકચેઈન અને સાઈબર સિક્યુરિટીઝમના જાણકારોની વિશેષ ભરતીય કરશે. ટીમલીઝ સર્વીસીઝના રીપોર્ટમાં કહેવાયું છે કે આ વર્ષ ભારતીય આઈટી કંપનીઓમાં અંદાજે 2.50 લાખી વધુ નવી નોકરી ઉભી થવાની આશા છે.