ETV Bharat / bharat

રેલવે સેવા ફરી શરૂ, દિલ્હીથી ઉપડશે 3 ટ્રેન

author img

By

Published : May 12, 2020, 8:48 AM IST

નવી દિલ્હી રેલવે સ્ટેશન પરથી મંગળવારે ડિબ્રુગઢ, બેંગ્લોર અને બિલાસપુર જવા માટે 3 વિશેષ ટ્રેનો ઉપડશે. દેશવ્યાપી લોકડાઉનને કારણે તમામ પેસેન્જર ટ્રેન સેવાઓ સ્થગિત થયાના લગભગ 50 દિવસ પછી ફરી રેલવે સેવા શરૂ કરવામાં આવી છે.

New Delhi station
દિલ્હી સ્ટેશન

નવી દિલ્હી: ભારતીય રેલવે મંગળવારે પોતાની પેસેન્જર ટ્રેન સેવા ફરી શરૂ કરશે. છત્તીસગઢના બિલાસપુર માટે નવી દિલ્હીથી સાંજે 4 કલાકે ઉપડશે. શહેરના મધ્યમાં આવેલુ નવી દિલ્હી રેલવે સ્ટેશન મંગળવારે ડિબ્રુગઢ, બેંગ્લોર અને બિલાસપુર માટે ત્રણ વિશેષ ટ્રેનોની ઉપડશે. દેશવ્યાપી લોકડાઉનને કારણે તમામ પેસેન્જર ટ્રેન સેવાઓ સ્થગિત થયાના લગભગ 50 દિવસ પછી રેલવે પેસેન્જર સેવા ફરી શરૂ કરશે.

દિલ્હી જતી અન્ય 5 ટ્રેનો પટના, બેગ્લોર, હાવડા, મુંબઈ અને અમદાવાદથી ઉપડશે. જ્યારે તેની નિયમિત મુસાફરોની સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી, ત્યારે હજારો સ્થળાંતર કામદારોને તેમના વતન રાજ્યોમાં પરિવહન કરવા માટે છેલ્લા ઘણા અઠવાડિયાથી અનેક શ્રામિક વિશેષ ટ્રેનો દોડતી થઈ છે.

ઉત્તરી રેલવેએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, તમામ કન્ફોર્મ ટિકિટ ધારકો માટે માત્ર પહરગંજ બાજુથી નવી દિલ્હી સ્ટેશન પર પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. જ્યારે અજમેરી ગેટ બાજુથી મુસાફરો માટે પ્રવેશની મંજૂરી રહેશે નહીં.

હાલ પુરતું રેલવેએ 12 મેથી 20 મેની વચ્ચે દોડાવવામાં આવતી ટ્રેનોનું સમયપત્રક બહાર પાડ્યું છે. આ ટ્રેનોમાં ફક્ત એસી ક્લાસ જ હશે.

રાજધાની ટ્રેનોમાં(કેટરિંગ ચાર્જ સિવાય) ભાડાનું માળખું લાગુ પડશે.

  • 13 મેના રોજ રાષ્ટ્રીય રાજધાનીથી હાવડા, રાજેન્દ્ર નગર, જમ્મુ તાવી, તિરુવનંતપુરમ, ચેન્નાઈ, રાંચી, મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ માટે 8 ટ્રેનો ઉપડશે. જ્યારે બીજી ટ્રેન ભુવનેશ્વરથી નવી દિલ્હી જવા રવાના થશે.
  • 14 મેના રોજ નવી દિલ્હીથી ઉપડતી એકમાત્ર ટ્રેન ભુવનેશ્વર તરફ જશે, જ્યારે પ્રત્યેક એક ટ્રેન ડિબ્રુગઢ, જમ્મુ તાવી, બિલાસપુર અને રાંચીને રાષ્ટ્રીય રાજધાની જવા માટે રવાના કરશે.
  • 15 મેના રોજ પ્રત્યેક ટ્રેન નવી દિલ્હીથી તિરૂવનંતપુરમ અને ચેન્નાઈ સેન્ટ્રલથી ઉપડશે. જ્યારે મડગાંવ જવા માટે દિલ્હીથી ઉપડશે.
  • સમયપત્રક મુજબ 16 મે અને 19 મેના રોજ કોઈ ટ્રેન સુનિશ્ચિત થયેલી નથી.
  • 17 મેના દિવસે મડગાંવથી નવી દિલ્હી અને નવી દિલ્હીથી સિકંદરાબાદ.
  • 18 મેના રોજ નિર્ધારિત એકમાત્ર ટ્રેન અગરતલાથી નવી દિલ્હી સુધીની છે.
  • 20 મેના રોજ બે ટ્રેન નવી દિલ્હીથી અગરતલા અને સિકંદરાબાદથી નવી દિલ્હી સુધીની છે.

રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, માર્ગદર્શિકા મુજબ, IRCTC દ્વારા જારી કરાયેલી ઈ-ટિકિટ મુસાફરો માટે ઈ-પાસનું કામ કરશે. ટિકિટ બુકિંગ ફક્ત IRCTC વેબસાઇટ (www.irctc.co.in) પર જ સામાન્ય ક્વોટા મુસાફરો માટે ઉપલબ્ધ રહેશે. જ્યારે સંસદસભ્યો, સ્વતંત્રતા સેનાનીઓ અને ટિકિટ બુક કરાવી શકે તેવા અન્ય લોકો માટે આ વિશેષ ટ્રેનના રૂટ પર ન્યુનતમ આરક્ષણ કાઉન્ટરો ખુલ્લા રહેશે. રાહત ફક્ત દર્દીઓ, વિદ્યાર્થીઓ અને અપંગ લોકો દ્વારા જ મેળવી શકાય છે, જ્યારે વૃદ્ધ નાગરિકો માટે કોઈ છૂટ આપવામાં આવી નથી.

રેલવેએ દિવ્યાંગજનો માટે 3 એસીમાં બે બર્થ અને 1 એએસીમાં બે બર્થ અને 2 એએસીમાં ચાર બર્થ બેસવા અને પૂર્વ સંસદસભ્યો માટે અનામત ક્વોટા પણ નક્કી કર્યા છે. શરૂઆતમાં રેલવેએ સોમવારે સાંજે 4 કલાકેથી IRCTC વેબસાઈટ પર ટિકિટ બુક કરવાની જાહેરાત કરી હતી, પરંતુ વિશાળ ટ્રાફિકને કારણે વેબસાઈટ ક્રેશ થઈ ગઈ હતી.

બપોરે 6 કલાકેની આસપાસ પોર્ટલની સેવાઓ ફરી શરૂ થઈ અને 20 મિનિટમાં હાવડા-નવી દિલ્હીની આખી ટ્રેન બુક થઈ ગઈ હતી. સોમવારે રાત્રે 9.15 કલાક સુધીમાં આશરે 30,000 પીએનઆર જનરેટ થયા હતા અને આગામી સાત દિવસો સુધી 54,000થી વધુ મુસાફરોને ટિકિટ આપવામાં આવી હતી.

રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, દિલ્હી રેલવે સ્ટેશન પર આવતા તમામ મુસાફરોએ રાજ્ય સરકાર દ્વારા સૂચવેલા આરોગ્ય પ્રોટોકોલોનું પાલન કરવું પડશે. મુકામ પર પહોંચ્યા બાદ મુસાફરોએ ડેસ્ટિનેશન સ્ટેટ/યુટી દ્વારા સૂચવવામાં આવેલા આરોગ્ય પ્રોટોકોલોનું પાલન કરવું પડશે.

સામાન્ય સંજોગોમાં, નવી દિલ્હી રેલવે સ્ટેશન દેશના સૌથી વ્યસ્ત સ્ટેશનોમાંનું એક છે. દરરોજ 5.20 લાખથી વધુ મુસાફરો કુલ 351 ટ્રેનો આ સ્ટેશનથી દરરોજ આવનજાવન કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.