ઉત્તરપ્રદેશ (કાસગંજ): જિલ્લામાં એક જ પરિવારના ત્રણ લોકોની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. પારિવારિક મતભેદમાં હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે. જ્યાં પરિવારના ત્રણ લોકોની ગોળી મારી હત્યા કરાઈ છે. જ્યારે એકની હાલત ગંભીર જણાતા સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
હત્યારો સમગ્ર ઘટનાને અંજામ આપી ફરાર થયો છે. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના 3 સભ્યોની હત્યાથી કોતવાલી વિસ્તારમાં ગમગમી છવાઈ છે.