દુબઈઃ સંયુક્ત અરબ અમિરાત (યુએઈ)માં સોશિયલ મીડિયામાં ઈસ્લામફોબિક (ઈસ્લામની નિંદા કરવી) સંદેશ પોસ્ટ કરવા પર ત્રણ ભારતીયોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.
મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા ખાડી દેશમાં રહેલા ભારતીય રાજદુત પ્રવાસીઓએ સોશિયલ મીડિયા પર આવા ભડકાઉ સંદેશ પોસ્ટ કરવા માટે ચેતવ્યાં હતા.
એક રિપોર્ટમાં જણાવાયું કે, શેફ રાવત રોહિત, ભંડાર રક્ષક સચિન કિંનીગોલી અને અન્ય એક શખ્સ સહિત કેટલાક ભારતીયો પર સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. 20 એપ્રિલે ભારતના રાજદુત પવન વર્માએ ભારતીય પ્રવાસીઓને ઈસ્લામાફોબિક વ્યવહાર ન કરવાની ચેતવણી આપી હતી.
દુબઈમાં કામ કરતાં સચિનને આ મામલે ચેતવમી આપવામાં આવી છે. તેમજ કંપનીના માલિકે તેમના વેતન પર રોક લગાવી તેને કંપનીમાંથી કાઢી મૂક્યો છે.
તો બીજી બાજુ દુબઈ આધારિત ટ્રાંસગાર્ડ સમૂહે કહ્યું, તેમણે પણ તેમના એક કર્મચારીને ફેસબુક પર ઈસ્લામ વિરુદ્ધ પોસ્ટ કરવા બદલ નોકરી પરથી કાઢી મૂક્યો છે.
કર્મચારીએ વિશાલ ઠાકુરના નામે પોસ્ટ કરી હતી. જો કે હજી તેની વાસ્તવિક ઓળખાણનો ખુલાસો નથી થયો, તે અંગે તપાસ ચાલી રહી છે.