ન્યૂઝ ડેસ્કઃ તાજેતરમાં ગુજરાત કેડરના ત્રણ IAS અધિકારીઓની બદલી થઈ છે, જેમાંથી બે અધિકારીઓ પૈકી અતાનુ ચક્રવર્તી અને ગુરુપ્રસાદ મોહપાત્રા કેન્દ્ર સરકારમાં પદાધીન છે, જ્યારે પી.ડી. વાઘેલાને ગુજરાતથી કેન્દ્ર સરકારમાં શિફ્ટ કરાયા છે. પી.ડી. વાઘેલા, જેઓ ગુજરાત કેડરની 1986ની બેચના આઈએએસ અધિકારી છે. ફાર્માસ્યુટિકલ્સના સેક્રેટરી તરીકે નિવૃત્ત થઈ રહેલા ગુજરાત કેડરના IAS પી.ડી. વાઘેલા હવે ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીના અધ્યક્ષ તરીકે નવી જવાબદારી સંભાળશે. આમ, પી.ડી. વાઘેલાને નવી જવાબદારી સોંપાઈ છે. પી.ડી.વાઘેલા ટ્રાઇના અધ્યક્ષ બન્યા છે. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષ માટેનો રહેશે.
નોંધનીય છે કે, આ પહેલા પી. ડી. વાઘેલા કેન્દ્રીય કેમિકલ્સ અને ર્ફિટલાઇઝર્સ મંત્રાલયના ફાર્માસ્યૂટિકલ્સ વિભાગમાં સચિવ તરીકે નિયુક્ત થયા હતાં. વાઘેલા ગુજરાત રાજ્યના વેરા વિભાગમાં મુખ્ય કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. મૂળ વિરમગામ તાલુકાના ઉખલોડ ગામના વતની IAS અધિકારી પી.ડી. વાઘેલાને સમગ્ર દેશમાં જીએસટી જાગૃતિ અંગેની શ્રેષ્ઠ કામગીરીને લઇ PM નરેન્દ્ર મોદીના હસ્તે પ્રધાનમંત્રી એવોર્ડથી નવાઝવામાં આવ્યા હતા. વાઘેલા ગુજરાતમાં વિરમગામના ઉખલોડ ગામના વતની છે.
આ સિવાય ગુજરાત કેડરની 1996ની બેચના વધુ એક આઈએએસ મોના ખંધારની ટોક્યોના ભારતીય દૂતાવાસમાં આર્થિક અને વાણિજ્ય વિભાગના મંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાત કેડરના 1985ની બેચના આઈએએસ અતાનુ ચક્રવર્તી, જેઓ નાણાં મંત્રાલયમાં રોકાણ અને જાહેર અસ્ક્યામત વ્યવસ્થાપન વિભાગના સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા હતા, તેમને રાજસ્થાન કેડરના 1983ની બેચના સુભાષ ચંદ્ર ગર્ગના સ્થાને તબદીલ કરવામાં આવ્યાં છે.
શિમલાની 1982ની બેચના આઈએએસ રમેશ અભિષેકની વય-નિવૃત્તિને પગલે ગુજરાતની 1986ની બેચના આઈએએસ ગુરુપ્રસાદ મોહપાત્રા, જેઓ નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળની એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેન પદે ફરજ નિભાવતા હતા, તેમની વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ઉદ્યોગને પ્રોત્સાહન અને આંતરિક વેપારના વિભાગના સચિવ પદે બદલી કરવામાં આવી છે.
આજે આપણે PM મોદીની નજીકના કહેવાતા પી.ડી.વાઘેલા વિશે વાત કરીશું.
અનુક્રમ નં. | હોદ્દો / કક્ષા | મંત્રાલય / વિભાગ / કચેરી / સ્થળ | વ્યવસ્થા તંત્ર | અનુભવ (મુખ્ય / ગૌણ) | સમયગાળો (ક્યાંથી / ક્યાં સુધી) |
1 | સચિવ
સચિવ સમકક્ષ | સંદેશાવ્યવહાર મંત્રાલય ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઇ) નવી દિલ્હી | કેન્દ્ર સરકાર | સંદેશાવ્યવહાર અને માહિતી પ્રૌદ્યોગિકીય / સંદેશાવ્યવહાર અને માહિતી પ્રૌદ્યોગિકીય | 01/10/2020 - 30/09/2020 આદેશ તારીખ |
2 | સચિવ સચિવ | કેમિકલ્સ અને ફર્ટિલાઈઝર્સ મંત્રાલય ફાર્માસ્યુટિકલ વિભાગ નવી દિલ્હી | કેન્દ્ર સરકાર | કેમિકલ્સ અને ફર્ટિલાઈઝર્સ / કેમિકલ્સ અને ફર્ટિલાઈઝર્સ | 01/08/2019 - 30/09/2020 મધ્યાહ્ન પહેલાં |
3 | ચીફ કમિશ્નર અધિક સચિવ | વેરા ગુજરાત | કેડર (સંવર્ગ) (એઆઈએસ) | વેચાણ વેરા / નાણાં | 20/02/2014 - 23/07/2019 |
4 | ચેરમેન સંયુક્ત સચિવ સમકક્ષ | શિપિંગ મંત્રાલય કંડલા પોર્ટ ટ્રસ્ટ (કેપીટી) | કેન્દ્ર સરકાર | બંદરો / પરિવહન | 20/12/2008 - 19/12/2013 |
5 | મેનેજિંગ ડિરેક્ટર સંયુક્ત સચિવ | રાજ્ય પ્રવાસન નિગમ ગાંધીનગર | કેડર (સંવર્ગ) | (એઆઈએસ) પ્રવાસન / પ્રવાસન | 14/09/2005 - 19/12/2008 |
6 | મેનેજિંગ ડિરેક્ટર | ડાયરેક્ટર, ઉદ્યોગો અને ખાણ વિભાગ | કેડર (સંવર્ગ) | (એઆઈએસ) ઉદ્યોગો / ઉદ્યોગો | 29/12/2003 - 13/09/2005 |
7 | કમિશ્નર ડાયરેક્ટર | ગ્રામીણ વિકાસ વિભાગ | કેડર (સંવર્ગ) | (એઆઈએસ) ગ્રામીણ વિકાસ / ગ્રામીણ વિ. | 21/05/2002 - 28/12/2003 |
8 | મ્યુનિસિપલ કમિશનર ડાયરેક્ટર | ભાવનગર | કેડર (સંવર્ગ) (એઆઈએસ) | મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન / શહેરી વિકાસ | 01/11/2000 - 28/12/2003 |
9 | કલેક્ટર ડાયરેક્ટર | બનાસકાંઠા | કેડર (સંવર્ગ) (એઆઈએસ) | જિલ્લા વહી / જમીન મહેસૂલ વ્યવસ્થાપન અને જિલ્લા વહી. | 01/01/1999 - 01/11/2000 |
10 | કલેક્ટર અને ડીએમ ડેપ્યુટી મેને. અને જિલ્લા વહીવટદાર | બનાસકાંઠા | કેડર (સંવર્ગ) | સચિવ (એઆઈએસ) જિલ્લા વહી./ જમીન મહેસૂલ | 01/04/1998 - 01/01/1999 |
11 | કમિશ્નર નાયબ સચિવ | નાણાં વિભાગ | કેડર (સંવર્ગ) (એઆઈએસ) | મહેસૂલ / નાણાં | 01/07/1997 - 01/04/1998 |
12 | કલેક્ટર અને ડીએમ નાયબ સચિવ | ખેડા | કેડર (સંવર્ગ) (એઆઈએસ) | જિલ્લા વહી. / જમીન મહેસૂલ વ્યવસ્થાપન અને જિલ્લા વહી. | 01/04/1995 - 01/07/1997 |
13 | કલેક્ટર અને ડીએમ નાયબ સચિવ | મહેસાણા | કેડર (સંવર્ગ) (એઆઈએસ) | જિલ્લા વહી / જમીન મહેસૂલ વ્યવસ્થાપન અને જિલ્લા વહી. | 01/08/1994 - 01/04/1995 |
14 | નાયબ સચિવ અંડર | સચિવ (ગૃહ વિભાગ) | કેડર (સંવર્ગ) (એઆઈએસ) | ગૃહ / ગૃહ | 01/01/1994 - 01/08/1994 |
15 | જિલ્લા વિકાસ અધિકારી ઉપ સચિવ | મહેસાણા | કેડર (સંવર્ગ) (એઆઈએસ) | વિકાસ વહી. / જમીન મહેસૂલ અને જિલ્લા વહી. | 01/05/1992 - 01/01/1994 |
16 | જિલ્લા વિકાસ અધિકારી ઉપ સચિવ | ડાંગ | કેડર (સંવર્ગ) (એઆઈએસ) | વિકાસ વહી. / જમીન મહેસૂલ અને જિલ્લા વહી. | 30/07/1990 - 01/05/1992 |
17 | આસિસ્ટન્ટ કલેક્ટર જુનિયર સ્કેલ | જામનગર | કેડર (સંવર્ગ) (એઆઈએસ) | સબ ડિવિઝનલ એડમિન / જમીન મહેસૂલ વ્યવસ્થાપન અને જિલ્લા વહી. | 05/01/1989 - 01/07/1990 |
18 | તાલીમ ઉપર ઉપલબ્ધ નહીં | કેડર (એઆઈએસ) | 25/08/1986 - 06/09/198 |
ઘરઆંગણે તાલીમની વિગતો | |||||
અનુક્રમ નં. | વર્ષ | તાલીમનું નામ | સંસ્થા | શહેર | સમયગાળો (અઠવાડિયાં) |
1 | 1993-1994 | જુનિયર લેવલ - 1984 - 87 બેચીઝ | આસામ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કોલેજ | ગુવાહાટી | 3 |
2 | 2002-2003 | મિડલ લેવલ- 1986-92 બેચીઝ | ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ | બેંગ્લોર | 2 |
3 | 2003-2004 | સીનિયર લેવલ - 1983-86 બેચીઝ | એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કોલેજ ઓફ ઈન્ડિયા | હૈદરાબાદ | 2 |
4 | 2006-2007 | મેનેજમેન્ટ ઓફ એન્વાયર્નમેન્ટ એન્ડ નેચરલ રિસોર્સીઝ | આઈઆઈએલએમ ઈન્સ્ટીટ્યુટ ફોર ઈન્ટીગ્રેટેડ લર્નિંગ ઈન મેનેજમેન્ટ | નવી દિલ્હી | 1 |
5 | 2009-2010 | લીડરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ | ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્દોર | ઈન્દોર | 1 |
6 | 2010-2011 | કમ્યુનિટી મોબિલાઈઝેશન એન્ડ પાર્ટિસિપેટરી મેનેજમેન્ટ | ડૉ. રઘુનંદન સિંઘ તોલિયા ઉત્તરાખંડ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન | નૈનીતાલ | 1 |
7 | 2014-2015 | ઈમ્પ્રુવિંગ ગવર્નન્સ થ્રુ એકાઉન્ટેબિલિટી | નેશનલ એકેડેમી ઓફ ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ | શિમલા | 1 |
8 | 2015-2016 | સોશિયલ પોલિસી એન્ડ ગવર્નન્સ | તાતા ઈન્સ્ટીટ્યુટ ઓફ સોશિયલ સાયન્સીઝ (ટીઆઈએસએસ) | મુંબઈ | 1 |