મહરૌલી જિલ્લાના કોંગ્રેસના ઉપાધ્યક્ષ ફિરોજ ગાજી પોતાના પરિવારની સાથે દિલ્હીમાં આવેલા દક્ષિણ પુરી વિસ્તારના આંબેડકર નગર ખાતે રહે છે. ત્યારે આ સમગ્ર મામલે તેઓએ જણાવ્યું કે, રાતના લગભગ 10 વાગ્યાના સુમારે 3 માસ્ક ધારી બાઇક સવાર આવ્યા અને તેમના ઘર પર અંધાધુંઘ ફાયરિંગ કરવા લાગ્યા, જો કે આ હુમલામાં પરિવાર જનોને કોઇ નુકસાન નથી પહોંચ્યું.
તો આ અંગેની જાણ પોલીસ વિભાગને થતા સૂચનાઓ આપ્યા બાદ ઘરના CCTVની તપાસ કરવામાં આવી હતી. તો આ અંગે આશંકાઓ દર્શાવાઇ રહી છે કે, આ આરોપીઓ કોઇ ક્રાઇમને અંજામ આપવા આવ્યા હતા. પણ હજુ સુધી એ જાણી નથી શકાયું કે, આ ક્રાઇમને શા માટે કરવામાં આવ્યો હતો.
તો આ સમગ્ર મામલે પોલીસ વિભાગને જાણ થતાની સાથે જ પોલીસ વિભાગ તપાસ કાર્યવાહીમાં લાગી ગઇ હતી. તો આ તપાસ દરમિયાન પોલીસ વિભાગને ઘટનાસ્થળ પરથી કારતૂસ પણ મળી આવી હતી.