સૂત્રોના જણાવ્યાં અનુસાર, આ માહિતી સરકારના પ્રવક્તા રોહિત બંસલે આપી છે. મળતી માહિતી મુજબ, જમ્મુમાં 2G ઇન્ટરનેટ સેવાઓ ફરી શરૂ કરવા અને કાશ્મીર ક્ષેત્રમાં બ્રોડબેન્ડની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
તમને જણાવી દઇએ કે, 5 ઓગષ્ટથી જમ્મુમાં ઇન્ટરનેટ સેવા બંધ છે, જ્યારે કેન્દ્ર સરકારે 370ને દૂર કરી હતી. જેના પગલે જમ્મુ અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશો જાહેર કરાયા હતાં. એ સમયે સરકારને શંકા હતી કે, 370 હટી જવાથી જમ્મુ-કાશ્મીરમાં તંગદીલીભરી સ્થિતિ ઉભી થઈ શકે છે. જોકે, આંશીક વિરોધ પ્રદર્શનનો થયાં હતાં.