ETV Bharat / bharat

દિલ્હી કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં 2948 પોઝિટિવ કેસ નોંધાયા, 66 લોકોનાં મોત થયા

રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2948 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે દિલ્હીમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 80 હજાર 188 થઇ ગઇ છે.

author img

By

Published : Jun 28, 2020, 7:34 AM IST

delhi
દિલ્હી

નવી દિલ્હી: દિલ્હીમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2948 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 66 લોકોના મોત થયાં છે. જ્યારે કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 80 હજાર 188 થઇ ગઇ છે અને કુલ મોતની સંખ્યા 2558 પહોંચી ગઇ છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પ્રેસ કોંન્ફરન્સ કરીને કહ્યું હતું કે, દિલ્હીમાં જૂન મહિનામાં મોત થવાનું વધારે કારણ એ હતું કે, કોરોના દર્દી માટે પર્યાપ્ત બેડની વ્યવસ્થા નહતી.

corona
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2948 કેસ ,66 લોકોનાં મોત

દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કેજરીવાલ સરકારને કોરોના અંગે નિષ્કાળજી વાળી સરકાર ગણાવી છે અને કહ્યું છે કે, કેજરીવાલની અણઆવડતને કારણે દિલ્હીમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે જેના પર કાબૂ મેળવવા હવે કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કરવો પડ્યો છે.

એક તરફ દિલ્હીમાં ગત 24 કલાકમાં કોરોનાના 2948 નવા કેસ નોંધાયા છે તો બીજી તરફ 2210 વ્યકિત સ્વસ્થ થયાં છે અને 66 લોકોના મોત થયા છે. હાલમાં દિલ્હીમાં કોરોનાના એક્ટિવ કેસ 28329 છે. જેમાં 17381 લોકો આઇસોલેશનમાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.