રાજ્ય નાણા પ્રધાન અનુરાગસિંહ ઠાકુરે આ માહિતી રાજ્ય સભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી જન-ધન યોજના ઓગસ્ટ 2014 માં શરૂ થઈ હતી.
તેમણે કહ્યું કે બેંકો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 26 જૂન, 2019 સુધીમાં, આ યોજના હેઠળ 35.99 કરોડ ખાતાઓ માંથી 25.54 કરોડ ખાતાઓ સક્રિય હતા.
ઠાકુરે જણાવ્યું હતું કે ખાનગી ક્ષેત્રની બેંકોને આ યોજના હેઠળ ખાતાઓ ખોલવાની પણ મંજૂરી આપવામાં આવી છે અને તેમની પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ખાનગી ક્ષેત્રની બેંકો દ્વારા 1.23 કરોડ ખાતાઓ ખોલાવવામાં આવ્યા છે.