સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે 21.44 કરોડ ઘર સુધી વીજળી પહોંચાડવાની સાથે જ ભારતે લગભગ 100 ટકા વિદ્યુતીકરણનો હેતુ પ્રાપ્ત કરી લીધો છે. કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે ગૂરુવારે આર્થિક સર્વેક્ષણ 2018-19 સંસદમાં રજૂ કરી છે.
આર્થિક સમીક્ષા પ્રમાણે શહેરી વિસ્તારોમાં ભોજન બનાવવા માટે LGPની સ્વીકાર્યતા છે. ભોજન બનાવવાના ઈંધણના રૂપમાં LPGનો ઉપયોગ વધ્યો છે. સાથે જ શહેરોમાં ભોજન બનાવવા માટે LPG ઈંધણ એ એક પ્રાથમિક સ્ત્રોત બન્યું છે.
સબસિડી લિકેજને રોકવા માટે LPG ગ્રાહક માટે પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ યોજના (DBTL) જેને 'પહલ' ના નામથી જાણવામાં આવે છે. જેને 15 નવેમ્બર, 2014ના દેશના 54 જિલ્લામાં લોન્ચ કરવામાં આવી હતી. 5 માર્ચ, 2019 પ્રમાણે 24.39 કરોડ LPG ગ્રાહક હવે આ યોજના સાથે જોડાઈ ચુક્યા છે. 'પહલ' ને ગિનીજ બુક ઓફ રેકોર્ડમાં સૌથી મોટી લાભ યોજના હેઠળ દાખલ કરવામાં આવી છે.