દુર્ગ: ઝારખંડના 21 મજૂરો ગુજરાતથી પગપાળા અને ટ્રક દ્વારા દુર્ગ પહોંચ્યા છે. જેમને પોલીસે આશ્રયસ્થાનમાં રાખ્યા છે. આ મજૂરો ગુજરાત છોડીને મહારાષ્ટ્ર થઈને દુર્ગ પહોંચ્યા છે. જેના લીધે વહીવટ તંત્ર અને આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો થયો છે.
સ્થળાંતર કરનારા તમામ મજૂરની આરોગ્ય તપાસ કર્યા પછી અલગ આશ્રયસ્થાનમાં રાખવામાં આવશે. તમામ કામદારો ગુજરાતના અમદાવાદમાં બિલ્ડિંગના નિર્માણમાં રોકાયેલા હતા. જ્યારે ખાવા પીવાની કોઈ વ્યવસ્થા નહોતી, ત્યારે તેઓ બધા તેમના રાજ્ય જવા માટે રવાના થયા હતા. દેશમાં લોકડાઉન દરમિયાન એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા પર પ્રતિબંધ છે, ત્યારે આવી પરિસ્થિતીમાં મજૂરો છત્તીસગઢના દુર્ગ સુધી પહોંચવા માટે આટલી લાંબી મુસાફરી કરે છે તે એક મોટો પ્રશ્ન છે.
ગુજરાત અને મહારાષ્ટ્રના મજૂરો અંગે ચિંતા
જો કે, દુર્ગ જિલ્લામાં આ મજૂરો માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોના ચેપનું ભયંકરરૂપ છે. આવી સ્થિતિમાં બંને રાજ્યોમાંથી મજૂરોનું આગમન આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર માટે ચિંતાનો વિષય બની ગયો છે. હવે જો આ મજૂરોમાંથી કોઈ પણ કોરોના પોઝિટિવ જણાશે તો ફરી એકવાર ગ્રીન ઝોનમાં ગયેલો જિલ્લો રેડ ઝોનમાં જવાની શક્યતા છે.