ટ્રેનમાં દર્શાવાશે કારગિલ યુદ્ધની ગાથા
કારગીલ વિજ્યના 20 વર્ષ પૂર્ણ થવા પર ભારતીય રેલવે પણ આ દિવસને યાદગાર બનાવવા જઈ રહી છે. કારગિલની ગાથા ટ્રેનના માધ્યમથી સમગ્ર દેશમાં પહોચાડી નવી પેઢીને પ્રરિત કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. જેના માટે ઉત્તર રેલવેની 10 ટ્રેનને વિશેષ રીતે શણગારવામાં આવી છે. ટ્રેનના કોચ પર કારગિલ યુદ્ધ સાથે જોડાયેલા ફોટો લગાડવામાં આવશે.
ઉત્તર રેલવેના જનસંપર્ક અધિકારીએ જણાવ્યુ કે, પ્રથમ ટ્રેન નવી દિલ્લીથી વારણસી વચ્ચે ચાલનારી કાશી વિશ્વનાથ એક્સપ્રેસ હશે. 15 જુલાઈના નવી દિલ્લી રેલવે સ્ટેશનથી કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડૉ.હર્ષવર્ધન અને રેલવે રાજ્ય મંત્રી સુરેશ સી અંગડી લીલી ઝંડી આપી રવાના કરશે.
કારગિલ યુદ્ધનો ઈતિહાસ
વર્ષ 1999માં કારગિલની પહાડો પર પાકિસ્તાને ઘુસણખોરી કરી કબ્જો કર્યો હતો. ભારતીય સેનાના જવાનોએ દુશ્મનો સામે લડી પહાડ પર તિરંગો ફરકાવ્યો હતો. આ યુદ્ધ 3 મેથી 26 જૂલાઈ સુધી ચાલ્યું હતુ. ત્યારથી દર વર્ષ 26 જૂલાઈના રોજ સમગ્ર દેશમાં ભારતીય સેનાના સન્માનમાં વિજ્ય દિવસ મનાવવામાં આવે છે.
આંતરિક પહાડી વિસ્તારો સાથે અમર જવાન જ્યોતિ અને સૈનિકોનો ઉત્સાહ બતાવવામાં આવ્યો છે. પોસ્ટરમાં તુજે ભૂલેગા ન તેરા હિંન્દુસ્તાન, નવચેતન, નવહર્ષિત, નવનિર્માણ લખ્યુ છે.
આ ટ્રેનમાં જોવા મળશે વીરતાની ઝલક
કાશી વિશ્વનાથ એક્સપ્રેસ, બહ્મપુત્ર મેલ, સીમાંચલ એક્સપ્રેસ, ગોંડવાના એક્સપ્રેસ, ગોવા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ, નાંદેડ-અંબ અંદૌર સુપર ફાસ્ટ એક્સપ્રેસ, સ્વરાજ એક્સપ્રેસ, સર્વોધ્ય એક્સપ્રેસ, શ્રી વૈષ્ણો દેવી કટડા-હાપા એક્સપ્રેસ, શ્રી વૈષ્ણદેવી કટડા-જામનગર એક્સપ્રેસ, અમૃતસર-કુચવેલ્લી એક્સપ્રેસમાં તસ્વીરો થકી વીરતાની ઝલક દર્શાવવામાં આવશે.