પંજાબમાં 40 કલાકથી બે વર્ષનું બાળક બોરવેલમાં ફસાયુ છે.
ઘટનાના આશરે 40 કલાક બાદ સવારે પાંચ વાગે તેના શરીરમાં હિલચાલ જોવા મળી. આ બાળકનું નામ ફતેહવીર સિંહ છે. અધિકારીઓએ જણાવ્યું કે આ બાળક સુધી પહોંચવા માટે એક સંમાતર ગુફા ખોદવામાં આી રહી છે. બાળક 110 ફૂટના ઉંડાણમાં ફંસાયું હોવાનું મનાઈ રહ્યું છે.
એક બચાવકર્મીએ IANSને જણાવ્યું કે જે સંમાતર ગુફા ખોદાઈ રહી છે તેમાં હજી 40થી 50 ફૂટ ખોદવાની જરૂરત છે અને તે હાથથી કરવામાં આવી રહ્યું છે, કારણ કે મશીનથી ખોદવામાં આવે તો નજીકના ભાગમાં મોટા પ્રમાણમાં ખોદકામ થાય તેમ છે. તેમણે જણાવ્યું કે ગુફા ખોદવામાં આવે બાદમાં એક અન્ય ખાડો ખોદી બાળક સુધી પહોંચવાનો રસ્તો બનાવવામાં આવશે.
નાયબ કમિશ્નર ઘનશ્યામ થોરીએ સંવાદદાતાઓને જણાવ્યું કે કુવાની અંદર ઓક્સિજન પૂરતા પ્રમાણમાં પહોંચાડાયો છે અને બાળક પર નજર રાખવા મટે કેમેરો લગાવ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું કે બાળક ગુરૂવારે સાંજે ચાર વાગ્યે બોરવેલમાં પડી ગયુ હતુ.
NDRF અને ભારતીય સેના તેમજ જિલ્લા તંત્રના કર્મચારીઓને મળી કુલ 26 સભ્યો સુનામ પ્રખંડના ભગવાનપુરામાં બચાવ અભિયાનમાં જોડાયેલા છે.