જયપુરઃ રાજસ્થાનમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. પ્રદેશમાં બુધવારે 173 નવા કેસ નોંધાયા છે, જ્યારે 6 કોરોના સંક્રમિતોના બુધવારે મોત થયા હતા. આ સાથે મૃત્યુઆંક 478 પહોંચ્યો છે.
અનલોક-2 લાગુ કર્યા બાદ કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે. બુધવારે અનેક જિલ્લાઓમાં કોરોના કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 81 કેસ અલવરમાં નોંધાયા છે.
જયપુરમાં 34 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ભીલવાડામાં 11, અજમેર 2, બીકાનેરમાં 8, ચૂરૂમાં 3, ડુંગરપુરમાં 1, જૈસલમેરમાં 1, કોટામાં 12, નાગૌરમાં 8, રાજસમંદ 10 અને ઉદેયપુરમાં 2 નવા કોરોના પોઝિટિવ નોંધાયા છે.
રાજ્ય આરોગ્ય વિભાગની રિપોર્ટ અનુસાર, જયપુરમાં 2, બીકાનેરમાં 1, દૌસામાં 1, જોધપુરમાં 1, સવાઈમાધોપુરમાં 1 સંક્રમિતનું મોત થયું છે. આ સિવાય રાજસ્થાનમાં કુલ 9 લાખ 40 હજાર 758 નમૂના લેવામાં આવ્યાં હતા. જેમાંથી આત્યાર સુધી કુલ પોઝિટિવ કેસની સંખ્યા 21 હજાર 577 સુધી પહોંચી છે. જ્યારે કુલ પોઝિટિવ કેસમાંથી 9 લાખ 15 હજાર 326 નેગેટિવ આવ્યાં છે. અને 3855 કેસ અંડર પ્રોસેસ છે. હાલ, 4516 કેસ એક્ટિવ છે.