આ યાદીમાં શામેલ કરાયેલી જાતિઓ પૈકી નિષાદ, બિંદ, મલ્લાહ, કેવટ, કશ્યપ, ભર, ધીવર, મછુઆ, પ્રજાપતિ, રાજભર, કહાર, કુમ્હાર, ધીમર, માંઝી, તુહા અને ગૌડ જેનો અગાઉ OBCનો ભાગ હતી.
યોગી સરકારના આ નિર્ણયને સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગોને આરક્ષણનો લાભ આપવાના પ્રયત્નના ભાગરૂપે જોવાઈ રહ્યું છે. વળી, આ 17 જાતિઓની 15 વર્ષ જૂની માંગ છે.
ઉત્તર પ્રદેશની 12 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પહેલા લેવાયેલા નિર્ણયથી ભાજપને ફાયદો થવાની શક્યતાઓ છે. જ્યારે સપા અને બસપાના મત ઘટવાની સંભાવના છે.
અગાઉ સપા અને બસપા સરકાર દ્વારા પણ આ પ્રયાસ કરાયો હતો, પરંતુ કાયદાકીય ગૂંચવણને કારણે તેઓ નિષ્ફળ રહ્યાં હતા.