શ્રીનગર: જમ્મુ-કાશ્મીર પ્રશાસને શુક્રવારે કહ્યું કે, 1 નવેમ્બરથી દરરોજ 15 હજાર ભક્તોને માતા વૈષ્ણો દેવીના દર્શન કરવાની છૂટ આપવામાં આવશે. આ પહેલાં કોવિડ -19 પ્રતિબંધોને લીધે ફક્ત 7 હજાર ભક્તોને જવાની મંજૂરી હતી. હવે 1 નવેમ્બર 2020 થી 7,000ની બદલે 15,000 ભક્તોને મંદિરે જવાની મંજૂરી આપવામાં આવશે.
ભક્તોની ભીડને રોકવા માટે ઓનલાઇન નોંધણી ચાલુ
કોવિડ-19 મહામારીને લીધે 5 મહિના મંદિર બંધ રહેતા 16 ઓગષ્ટે ખોલવામાં આવ્યું હતું. શરૂઆતમાં પ્રશાસને 2,000 લોકોને અનુમતિ આપી હતી. જેમાં બહારના 100 યાત્રીઓને મંજૂરી હતી. બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે, યાત્રાની નોંધણી કાઉન્ટરો પર ભીડને રોકવા માટે ભક્તોની ઓનલાઇન નોંધણી ચાલુ રહેશે. જમ્મુમાં ઇમારતો, બોર્ડના લોજ SOPના પાલન સાથે ખુલ્લા છે.