નવી દિલ્હી : નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરથી દેશના પહાડી વિસ્તારો અને જરૂરિયાત મંદ રાજ્યોને સ્વાસ્થ્ય અંગેની સામગ્રી પહોંચાડી છે. લોકડાઉનમાં ફ્લાઇટ બંધ હોવાને પગલે વિભાગે 152 કાર્ગો વિમાન દ્વારા સમગ્ર જથ્થાનું સંચાલન કર્યુ હતુ. આ અંગેની સમગ્ર જાણકારી મંત્રાલયે મંગળવારના રોજ આપી હતી.
મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું કે એર ઇન્ડિયા, એલાયન્સ એર, ભારતીય વાયુસેના અને અન્ય એરલાઇન્સ દ્વારા લોકડાઉનમાં બંધ હોવા પર પણ 200 ટન સ્વાસ્થ્ય સામગ્રી પહોંચાડી છે.
મંત્રાલય દ્વારા બહાર પાડેલા આવેદન મુજબ પહેલી લાઇફલાઇનમાં દિલ્હી, રાંચી, પટના, ઝોરહાટ, લેંગપુઇ, ઇમ્ફાલ, દીમાપુર, ગુવાહાટી સુધી સામગ્રી પહોંચાડાઇ છે. આ ઉપરાંત બીજી લાઇફલાઇનમાં દિલ્હી, વારાણસી, રાયપુર અને હૈદરાબાદ અને ત્રીજી લાઇફલાઇન મુંબઇ, ચેન્નઇ ખાતે સ્વાસ્થ્ય અંગેનો જથ્થો પહોંચાડ્યો છે.
આ ઉપરાંત લાઇફલાઇન ચારની ટ્રીપ સ્પાઇસ જેટથી ચેન્નઇ માટે આઇસીએમઆર દ્વારા પહોંચાડાઇ અને લાઇફલાઇન પાંચની ટ્રીપ એયર ઇન્ડિયાએ દેહરાદુન માટે આઇએમઆર દ્વાપા પહોંચાડી હતી.
સ્વાસ્થ્ય સામગ્રીનો જથ્થો પહોંચાડવાની મદદ માટે અન્ય એયરલાઇનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં બ્લુ ડાર્ટ, સ્પાઇસ જેટ અને ઇન્ડિગો દ્વારા જથ્થાને પહોંચાડવામાં આવ્યો હતો. જેમાં સ્પાઇસ જેટે 24 માર્ચથી લઇને 6 એપ્રિલ સુધી 189 કાર્ગો ઉડાન ભરી છે. બ્લુ ડાર્ટે 58, ઇન્ડિગોએ 3થી 4 એપ્રિલ સુધી 8 કાર્ગો દ્વારા ઉડાન ભરી જથ્થાને રવાના કર્યો હતો.