આજે દિલ્હી આવતી 15 ટ્રેન 2થી 5 કલાક મોડી ચાલી રહી છે. રેલ્વેના જણાવ્યા અનુસાર, મોટાભાગની ટ્રેન લાંબા અંતરની છે. હૈદરાબાદ-નવી દિલ્હી તેલંગાણા એક્સપ્રેસ સૌથી વધુ વિલંબ સાથે ચાલી રહી છે, આ ટ્રેન પાંચ કલાક મોડી છે.
માલદા-નવી દિલ્હી ફરક્કા એક્સપ્રેસ 2 કલાક, પુરી-નવી દિલ્હી પુરુષોત્તમ એક્સપ્રેસ 3 કલાક, ગયા-નવી દિલ્હી મહાબોધિ એક્સપ્રેસ 3 કલાક 30 મિનિટ, ડિબ્રુગઢ-નવી દિલ્હી બ્રહ્મપુત્ર મેઇલ 3 કલાક 20 મિનિટ, રેવા-આનંદ વિહાર એક્સપ્રેસ 4 કલાક 15 મિનિટ, હાવડા-નવી દિલ્હી પૂર્વા એક્સપ્રેસ 3 કલાક 30 મિનિટ, ચેન્નાઇ-નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ 2 કલાક 30 મિનિટ, સહરસા-અમૃતસર ગરીબ રથ 2 કલાક 30 મિનિટ અને ફૈઝાબાદ દિલ્હી ફૈઝાબાદ એક્સપ્રેસ 2 કલાક 15 મિનિટ મોડી ચાલી રહી છે.