આગ્રા (ઉત્તર પ્રદેશ): જિલ્લમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ત્યારે એક કોરોના વોરિયર્સ કોરોના સામેની જંગ હારી ગઇ છે. વિનીતા યાદવ કાનપુરના પોલીસ સ્ટેસનમાં ફરજ બજાવતી હતી, વિનીતા ડિલીવરી માટે આગ્રા આવી હતી અને 2 મેંના રોજ વિનીતાએ એક દિકરીને જન્મ આપ્યો હતો. ડિલીવરી બાદ વિનીતાનો સેમ્પલ લેવામાં આવ્યો હતો. જેમાં તે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.
6 મેના રોજ વિનીતાનું મોત થયું હતું. જ્યારે વિનીતાની નવજાત દિકરી અને તેની દાદીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, જ્યારે તેના પતિ, નણંદ, પિતા, ભાઇ સાથે 10 લોકોના કોરોના પોઝિટિવ આવ્યો હતો.
DM પ્રભુ નારાયણ સિંહએ જણાવ્યું કે, રવિવાર રાત્રી સુધી જિલ્લામાં 13 નવા કોરોના સંક્રમિત કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોના સંક્રમણોની સંખ્યા 756 થઇ છે. જિલ્લામાં મોતની સંખ્યા 25 પર પહોચી છે.
UPમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસ આગ્રામાં નોંધાયા છે.