ઉત્તર પ્રદેશ: થાઈલેન્ડના 9 સદસ્યો સહિત 12 તબલીગી જમાતના સભ્યોને તેમની ક્વોરેન્ટાઇન પૂર્ણ કર્યા બાદ ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાની અસ્થાયી જેલમાં મોકલવામાં આવ્યા હતા. આ બાબતે પોલીસે શુક્રવારે માહિતી આપી હતી.
થાઈલેન્ડના 9 અને તમિલનાડુના 2 લોકો સહિત 12 લોકોને 2 એપ્રિલના રોજ એક મસ્જિદથી પકડવામાં આવ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે, તેમના નમૂના અને સ્થાનિકોના નમૂના લેવામાં આવ્યા હતા.
થાઈલેન્ડની એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેને બરેલી રિફર કરવામાં આવ્યો હતો. પોલીસ અધિક્ષક(શહેર) દિનેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને અહીં લાવવામાં આવ્યા હતા.
આ લોકોએ 28 દિવસની ક્વોરેન્ટાઈન પૂર્ણ કર્યા પછી, તેઓને ગુરૂવારે અસ્થાયી જેલમાં મોકલવામાં આવ્યા હતા. વિદેશીઓના પાસપોર્ટ પહેલાથી જ કબ્જે કરવામાં આવ્યા હતા અને વિદેશ મંત્રાલયને જાણ કરવામાં આવી છે.