દંતેવાડા: જિલ્લામાં ચલાવવામાં પોલીસના અભિયાનથી પ્રભાવિત થઇને નક્સલવાદીઓ સમાજની મુખ્ય ધારામાં જોડાઈ રહ્યા છે. રવિવારના રોજ દંતેવાડાના ધારાસભ્ય દેવતી કર્મા, જિલ્લા પંચાયત અધિકારી તુલિકા કર્મા, કોર્પોરેશનના વાઇસ પ્રેસિડેન્ટ છબીન્દ્ર કર્મા, CRPF DIG વિનય કુમાર સિંહ, દંતેવાડા SP ડૉ.અભિષેક પલ્લવ અને પોલીસ અધિક્ષક ઉદય કિરણ સમક્ષ 12 નક્સલવાદીઓએ સરેન્ડર કર્યું હતું.
નક્સલી ચંદુરામ શેઠિયા આઈડી બ્લાસ્ટ કરી યત્રિઓની બસને વિસ્ફોટ કરવાની ઘટનામાં સામેલ હતો. જેમાં બે ગ્રામીણ સહિત 23 પોલીસકર્મીઓ શહીદ થયા હતા. સાથે જ પોલીસ પાર્ટી પર ફાયરિંગ કરી હથિયારો લૂંટી અને હત્યા, બ્લાસ્ટ જેવા અપહરણ જેવા કેસમાં સામેલ હતા.
2 મહિના પહેલા શરૂ કરવામાં આવેલા અભિયાનથી અત્યાર સુધી પોલીસ સામે 15 ઇનામી સહિત 71 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે.