જયપુરઃ રાજસ્થાનમાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં ગુરુવાર સવારે 115 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 18,427 થઇ છે. જ્યારે 12 કલાકમાં 5 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, ગુરુવારે સવારે અજમેરમાં 4, અલવર 1, બારાં 2, બાડમેર 1, ભરતપુર 6, બીકાનેર 12, બૂંદી 1, દૌસા 2, ઘૌલપુર 10, ડૂંગરાપુર 1, જયપુર 9, જાલોર 9, ઝુંઝુનૂ 2, કરૌલી 5, કોટા 4, નાગોર 8, રાજસમંદ 10, સવાઈ માધોપુર 1, સિરોહી 5, ઉદયપુર 21 અને અન્ય રાજ્યનો 1 પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જ્યારે કોરોનાને કારણે બાડમેર 1, બીકાનેર 2, અને જોધપુરમાં 2 દર્દીનાં મોત થયાં છે. જેથી મરનારા લોકોની કુલ સંખ્યા 426 થઇ છે.
આ ઉપરાંત રાજસ્થાનમાં અત્યાર સુધી 8,39,370 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમાંથી 8,18,485 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને 2,458 લોકોનો રિપોર્ટ આવવાનો બાકી છે. આ સાથે જ અત્યાર સુધી 14,643 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને 14,340 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.