પટનાઃ બિહારના લગભગ બધા જિલ્લામાં ગુરુવારે વરસી રહેલા મુશળધાર વરસાદ દરમિયાન વીજળી પડવાથી અત્યાર સુધીમાં 105 લોકોના મોત થયા છે. જેને લઇને ઉત્તર બિહારના વધુ મોટા ભાગના જિલ્લા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મોસમ વિભાગે આગામી 72 કલાકમાં 18 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
LIVE UPDATE:
- મૃતકના કાકા નંદન યાદવે કહ્યું કેસ વીજળી પડવાથી અમે લોકો ખૂબ ડરી ગયા
- જિલ્લાના મિલ્કી ગામમાં વરસાદ દરમિયાન પશુપાલક કુંદન યાદવનું મોત થયું છે
- મધેપુરામાં ગુરુવારે સાંજથી સતત વરસાદ વરસી રહ્યો છે
ગુરુવારે 83 લોકોના મોત
આ પહેલા બિહારમાં અલગ-અલગ જિલ્લાના વિભિન્ન ક્ષેત્રોમાં ગુરુવારે આકાશીય વીજળી પડવાથી 83 લોકોના મોતની માહિતી સામે આવી છે. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર કરાયેલી અધિકારીક સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, ગુરુવારે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વીજળીની ચપેટમાં આવવાથી 83 લોકોના મોત થયા છે.
CM નીતિશ કુમારે દુઃખ વ્યક્ત કર્યું
બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મૃતકોના પરિજનોને ગુરુવારે અનુદાનની રકમ આપવાનો આદેશ કર્યો છે. મુખ્ય પ્રધાને લોકોને અપીલ કરી કે, બધા લોકો ખરાબ હવામાનને કારણે ઘરમાં રહે અને સાવચેત રહે. ખરાબ વાતાવરણને કારણે થતી વીજળીથી બચવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા સૂચનોનું પાલન કરે.