હૈદરાબાદઃ કોલંબિયા વિશ્વવિદ્યાલયે સોમવારે 15 પત્રકારિતા અને 7 પુસ્તક, નાટક અને સંગીત શ્રેણીએમાં પુલિત્ઝર એવોર્ડની ઘોષણા કરી છે. જેમાં ત્રણ ભારતીય ફોટોગ્રાફરો, ચન્ની આનંદ, મુખ્તાર ખાન અને યાસિનને આ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ફોટોગ્રાફી શ્રેણીમાં કાશ્મીર પર બનાવવામાં આવેલી તસ્વીરોને સામેલ કરવામાં આવી છે.
પત્રકારિતામાં પુલિત્ઝર એવોર્ડથી પ્રથમ વખથ 1917માં સન્માન કરવામાં આવ્યું હતું. અમેરિકામાં આને પત્રાકારિતા ક્ષેત્રે સૌથી પ્રતિષ્ઠિત સન્માન માનવામાં આવે છે.
પુલિત્ઝર એવોર્ડથી સન્માનિત ત્રણેય ભારતીય જમ્મુ-કાશ્મીરના નિવાસી છે. ગત વર્ષે ખીણમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદની સ્થિતિને પોતાના કેમેરાના માધ્યમથી લોકોસુદી પહોંચાડનારા આ ફોટોગ્રાફર્સને પુલિત્ઝર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ ત્રણેય લોકો ન્યૂઝ એજન્સી ઓસોસિએટેડ પ્રેસ માટે કામ કરે છે.