નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય અને ગૃહ મંત્રાલયે કોરોનાની વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. ICMRના અધિકારી રમણ આર ગંગાખેડકરે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 2 લાખ 31 હજારથી વધુ કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો છે.
ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ, પુણ્ય સલીલા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ, આગામી ત્રણ મહિના માટે દર મહિને આશરે 80 કરોડ વ્યક્તિઓને આગામી ત્રણ મહિના સુધી પાંચ કિલો ઘઉં અથવા ચોખા આપવામાં આવશે.
અમારું કંટ્રોલ રૂમ 24 કલાક સુધી રેશનની સપ્લાય ચાલું રાખશે. અત્યાર સુધીમાં પાંચ હજાર ફરિયાદોનું સમાધાન કરવામાં આવ્યું છે.
આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 10,363 કેસ નોંધાયા છે, જ્યારે 339 લોકોના મોત નીપજ્યાં છે. વળી 1036 દર્દીઓના કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.