- ભારત બાયોટેકે બનાવેલી કોરોનાની રસી કોવેક્સિનનું (Bharat Biotechની Covaxin) ત્રીજું ટ્રાયલ પૂર્ણ
- કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ (Corona Delta Varient) સામે કોવેક્સિન (Covaxin) 77.8 ટકા અસરકારક
- કોવેક્સિનના (Covaxin)ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલના (Third Clinical Trial) આંકડા સામે આવ્યા
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાને હરાવવા માટે દેશવ્યાપી કોરોના રસીકરણ અભિયાન (Corona Vaccination Campign) પૂરજોશમાં ચાલી રહ્યું છે. તાજેતરમાં જ ભારતે રસીના 100 કરોડ ડોઝ આપીને એક સિદ્ધિ હાંસલ કરી છે. ત્યારે કોરોનાને હરાવવા અનેક રસી પણ ઉપલબ્ધ છે. આ તમામની વચ્ચે ભારતીય રસી ભારત બાયોટેકની કોરોનાની રસી (Bharat Biotechની Covaxin) કોવેક્સિનના ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલના (Vaccine's Third trial) આંકડા સામે આવ્યા છે, જેમાં જાણવા મળ્યું છે કે, કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ (Corona Delta Varient) સામે કોવેક્સિન (Covaxin) 77.8 ટકા અસરકારક છે. ધ લેસેન્ટ જર્નલના મતે, કોવેક્સિન વાઈરસને વધુ ઝડપથી સંક્રમણ ફેલાવનારા ડેલ્ટા વેરિયન્ટ (Corona Delta Varient) સામે 77.8 ટકા અસરકારક છે. દેશ અને વિશ્વમાં કોરોનાનું ડેલ્ટા સ્વરૂપ (Delta Varient) હજી પણ ચિંતાનો વિષય છે. ભારતમાં કોરોનાની બીજી લહેર (Corona's Second Wave) પાછળ પણ ડેલ્ટા વેરિયન્ટ (Corona Delta Varient) છે. એવું માનવામાં આવી રહ્યું છે.
-
The Lancet peer-review confirms the efficacy analysis of Bharat Biotech's Covaxin - As per phase-three clinical trials data, Covaxin demonstrates 77.8% efficacy against symptomatic COVID19 pic.twitter.com/6tnUneq3e6
— ANI (@ANI) November 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">The Lancet peer-review confirms the efficacy analysis of Bharat Biotech's Covaxin - As per phase-three clinical trials data, Covaxin demonstrates 77.8% efficacy against symptomatic COVID19 pic.twitter.com/6tnUneq3e6
— ANI (@ANI) November 12, 2021The Lancet peer-review confirms the efficacy analysis of Bharat Biotech's Covaxin - As per phase-three clinical trials data, Covaxin demonstrates 77.8% efficacy against symptomatic COVID19 pic.twitter.com/6tnUneq3e6
— ANI (@ANI) November 12, 2021
આ પણ વાંચો- Zycov-D રસીની પ્રતિ ડોઝ કિંમત 265 રૂપિયા નક્કી કરાઈ, ટૂંક સમયમાં અંતિમ નિર્ણય
કોવેક્સિન કોરોનાની ગંભીર બીમારીથી બચાવવામાં 93.4 ટકા અસકારક
Symptomatic એટલે કે લક્ષણવાળા કોરોનાના દર્દી થવાથી બચાવવામાં ભારત બાયોટેકની કોવેક્સિન (Bharat Biotechની Covaxin) 77.8 ટકા અસરકારક જાણવા મળી છે. કોરોનાની ગંભીર બીમારીથી બચાવવામાં કોવેક્સિન (Covaxin) 93.4 ટકા અસરકારક છે. લક્ષણ વગરના કોરોનાથી બચાવવામાં 63.6 ટકા અસરકારક છે.
આ પણ વાંચો- અમે ભારતીય ઉદ્યોગો પર વિશ્વાસ કરીએ છીએ, ભારત બાયોટેક નિયમિત રીતે ડેટા આપે છે: WHO
કોવેક્સિનને (Covaxin) ભારત બાયોટેક (Bharat Biotech) અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે (ICMR) બનાવી છે
ગંભીર AEFI (રસીકરણ પછી પ્રતિકૂળ અસરના ગંભીર કેસ)ના મામલા 0.5 ટકાથી ઓછા નોંધાયા છે. દેશી રસી કોવેક્સિન SARS-CoV-2 વાઈરસના તમામ વેરિયન્ટ સામે 70.8 ટકા સુરક્ષા આપે છે. કોવેક્સિનને (Covaxin) ભારત બાયોટેક (Bharat Biotech) અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે (ICMR) બનાવી છે.