હૈદરાબાદ: ભારત બાયોટેકના મેનેજિંગ ડિરેક્ટર (એમડી) ક્રિષ્ના એલાએ કહ્યું કે, કોવેક્સિનને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂર થયા બાદ ભારતમાં નવીનતાને વેગ મળશે. તેમણે કહ્યું કે આ મંજૂરી ભારતમાં નવા ઉત્પાદનોના વિકાસ તરફ પણ મોટી છલાંગ છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ વહેલી તકે બજારમાં રસી લાવશે. અનેૉક બૈચ કસૌલી ખાતે સરકારની પરીક્ષણ પ્રયોગશાળામાં મોકલી દેવામાં આવી છે.
કૃષ્ણા એલાએ કહ્યું કે, આ દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે અને ભારતના વૈજ્ઞાનિકોની ક્ષમતા એક મીલનો પત્થર છે. તેમણે કહ્યું કે આનાથી ભારતમાં નવીનતા ઇકોસિસ્ટમને વેગ મળશે.
કોવેક્સિનના ટ્રાયલ અંગે ભારત બાયોટેક એમડીએ કહ્યું કે, આ રસી આવી તબીબી જરૂરિયાતો પૂરી કરશે જે આ રોગચાળા દરમિયાન જાહેર થઈ નથી. તેમણે કહ્યું કે અમારું લક્ષ્ય એવી રસી છે કે જેની જરૂરિયાતના લોકો સુધી પહોંચાડવાની છે.
તેમણે કહ્યું કે શરીરમાં પહેલાથી હાજર ઘણા વાયરલ પ્રોટીનના સંદર્ભમાં કોવેક્સિનનો ડેટા ઉત્તમ રહ્યો છે. તેઓએ જણાવ્યું કે, આ પ્રોટીન કોવેક્સિનથી મજબૂત રોગપ્રતિકારક પ્રતિસાદ (robust immune responses) મેળે છે. ભારત બાયોટેકના એમડી ક્રિષ્ના અલાએ જણાવ્યું કે, હવે આ રસીનું રાજનીતિકરણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું, 'હું સ્પષ્ટપણે કહેવા માંગું છું કે મારા પરિવારનો કોઈ સભ્ય કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલો નથી.'
તેમણે કહ્યું, 'અમે ભારતમાં માત્ર ક્લિનિકલ ટ્રાયલ જ કરી રહ્યા નથી. અમે યુકે સહિત 12થી વધુ દેશોમાં ક્લિનિકલ ટ્રાયલ્સ હાથ ધરી છે. અમે પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ અને અન્ય દેશોમાં ક્લિનિકલ ટ્રાયલ્સ કરી રહ્યા છીએ. અમે ફક્ત એક ભારતીય કંપની નથી, અમે વૈશ્વિક કંપની છીએ.
ભારત બાયોટેકની પૃષ્ઠભૂમિ અંગે એમ.ડી.કૃષ્ણ અલાએ કહ્યું કે અમે રસીનો અનુભવ કર્યા વગરની કંપની નથી. તેમણે કહ્યું કે આપણને રસીનો ઘણો અનુભવ છે. અમે 123 દેશોમાં કામ કરી રહ્યા છીએ.
ભારત બાયોટેકના એમડીએ કહ્યું, 'સમીક્ષા જર્નલમાં આટલો વ્યાપક અનુભવ અને વ્યાપક પ્રકાશન ધરાવનારી અમે એકમાત્ર કંપની છીએ'. તેમણે કહ્યું કે ઘણા લોકો ડેટા પારદર્શક હોવા અંગે સવાલ કરી રહ્યા છે. મને લાગે છે કે આ લોકોએ ઇન્ટરનેટ પર વાંચવાનો ધૈર્યે હોવો જોઇએ અને જોવા જોઇએ કે અમે કેટલા લેખ પ્રકાશિત કર્યા છે, તેમણે કહ્યું કે 70 થી વધુ લેખો વિવિધ આંતરરાષ્ટ્રીય સમાચારમાં પ્રકાશિત થઈ ચુક્યા છે.
રવિવારે ભારત ડ્રગ કંટ્રોલર જનરલ (ડીસીજીઆઈ)એ ભારત બાયોટેક અને આઇસીએમઆર દ્વારા વિકસિત કોવેક્સિન અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ રસી કોવિશિલ્ડ કોરોના રસીના તત્કાલ ઉપયોગ માટે મંજૂરી આપી છે. પ્રારંભિક તબક્કામાં આરોગ્ય વર્કર્સ, માંદા અને વૃદ્ધ વ્યક્તિઓને પ્રાધાન્ય આપવામાં આવશે. વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)એ ભારતના આ મહત્વપૂર્ણ પગલા પર દેશની પ્રશંસા કરી છે.