ETV Bharat / bharat

Bhadohi Crime News: નશામાં ધૂત યુવકે મિત્ર સાથે દુષ્કર્મ આચર્યું, ઘટનાનો વીડિયો બનાવ્યો - UP News

ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં બે યુવકોએ મળીને મિત્ર સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ચકચારી ઘટના સામે આવી છે. એક યુવકે દુષ્કર્મ આચર્યું અને બીજાએ તેનો વીડિયો બનાવ્યો. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. આ સાથે વીડિયો બનાવનાર યુવકની પણ અટકાયત કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

Bhadohi Crime News: નશામાં ધૂત યુવકે મિત્ર સાથે દુષ્કર્મ આચર્યું, ઘટનાનો વીડિયો બનાવ્યો

author img

By

Published : Jun 12, 2023, 8:08 PM IST

ભદોહીઃ ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લાના એક ગામમાં યુવક સાથે દુષ્કર્મ કરી વીડિયો બનાવવાની ઘટના સામે આવી છે. યુવકે દારૂના નશામાં તેના મિત્ર સાથે દુષ્કર્મ કર્યું હતું. તે જ સમયે તેના અન્ય એક સાથીદારે અકુદરતી સેક્સની ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. પોલીસે દુષ્કર્મના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આ સાથે વીડિયો બનાવનાર યુવકની પણ અટકાયત કરવામાં આવી છે.

દુષ્કર્મનો વીડિયો બનાવ્યો: ભદોહી કોતવાલી વિસ્તારના ગામમાં એક યુવક મહંત પટેલે દારૂના નશામાં તેના મિત્ર સાથે અકુદરતી સેક્સ માણ્યું હતું. અન્ય એક યુવક વિરેન્દ્ર મૌર્યએ તેના મોબાઈલ ફોનમાં આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. યૌન શોષણ બાદ પીડિત બેહોશ થઈ ગયો હતો. આ ઘટના બાદ મહંત અને મૌર્ય ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. ઘટના બાદ પીડિતના ભાઈએ તેને ઉલે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. યુવકની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.

મહંત પટેલની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મૌર્યની અટકાયત કરવામાં આવી છે. તેનો મોબાઈલ પણ પોલીસે જપ્ત કરી લીધો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ FIR નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે.--- રાજેશ ભારતી (ASP)

આરોપીની ધરપકડ: હોસ્પિટલમાં યુવકની સારવાર ચાલી રહી છે. પીડિતાના ભાઈની ફરિયાદના આધારે પોલીસે આરોપી યુવક મહંતની ધરપકડ કરી છે. વીડિયો બનાવનાર વ્યક્તિને કસ્ટડીમાં લઈને કેસની તપાસ શરૂ કરી છે.

  1. અમદાવાદમાં સગા ભાભીએ પૈસાની લાલચમાં આવીને નણંદને દેહ વ્યપારમાં ધકેલી
  2. Navsari Crime: નવસારીમાં 12 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.