ETV Bharat / bharat

Beware: ઓડિશામાં 2 દિવસમાં 242 બાળકો Corona positive

જેનો ડર હતો એ જ થયું. કારણ કે, કોરોના વાઈરસ (Corona Virus) હવે બાળકોને શિકાર બનાવી રહ્યો છે. ઓડિશામાં 2 દિવસમાં 242 બાળકો કોરોના પોઝિટિવ થયા છે. ત્યારબાદ રાજ્ય સરકાર સતર્ક થઈ છે. તો વાલીઓ અને શિક્ષકોને પણ વધુ સાવધાન રહેવાનું કહેવામાં આવ્યું છે.

author img

By

Published : Aug 17, 2021, 12:00 PM IST

  • ઓડિશામાં કોરોના વાઈરસની ઝપેટમાં આવ્યા બાળકો
  • રાજ્યમાં 2 દિવસમાં 242 બાળકો કોરોના પોઝિટિવ થયા
  • વાલીઓ અને શિક્ષકોને વધુ સાવધાન રહેવા અપીલ
  • દેશના 12 ટકા બાળકો કોરોના સંક્રમિત થયા છેઃ કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય

ભૂવનેશ્વરઃ ઓડિશામાં હવે બાળકો પણ કોરોના વાઈરસથી સંક્રમિત થઈ રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 2 દિવસમાં 242 બાળકો કોરોના પોઝિટિવ થયા છે. રવિવારે 138 બાળકો કોરોના પોઝિટિવ થયા હતા. જ્યારે સોમવારે 104 બાળકો કોરોના પોઝિટિવ થયા છે.

આ પણ વાંચોઃ Gujarat Corona Update : રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 14થી પણ ઓછા કેસ, એક પણ મૃત્યુ નહીં

બાળકોમાં કોરોના સંક્રમણની સંખ્યા વધવાની શક્યતા

જાણવા મળી રહ્યું છે કે, 9થી 18 વર્ષના બાળકો કોરોના વાઈરસનો શિકાર થઈ રહ્યા છે. ઓડિશા તબીબી શિક્ષણ અને તાલીમ નિયામક (Odisha Directorate of Medical Education and Training)ના નિર્દેશક ડો. સી.બી.કે. મોહંતીએ કહ્યું હતું કે, નવજાતથી લઈને 18 વર્ષના બાળકો વચ્ચે કોરોના સંક્રમણની સંખ્યા વધવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ કેરળમાં કોરોના બેકાબુ : કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન માંડવિયા જશે કેરળની મુલાકાતે

અત્યારે 18 વર્ષથી વધુ વયના લોકોનું જ કોરોના રસીકરણ થતા બાળકો સંક્રમિત થવાની સંભાવના વધુ

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા ગયા મહિને 21 જુલાઈએ જાહેર કરાયેલા બુલેટિન મુજબ, દેશમાં 12 ટકા બાળકો કોરોના સંક્રમિત થયા છે. બાળકોમાં કોરોના સંક્રમણ ફેલાવવાની સ્થિતિ ગંભીર થઈ શકે છે. કારણ કે, અત્યાર સુધી 18 વર્ષથી વધુ વયના લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવી રહ્યું છે. તેવામાં બાળકોના સંક્રમિત થવાની સંભાવના વધુ હશે. રાજ્યના આરોગ્ય વિભાગે વાલીઓ અને શિક્ષકોને વધુ સાવધાન રહેવા માટે અપીલ કરી છે. આ સાથે જ સાફ-સફાઈનું ધ્યાન રાખવા પણ કહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.