બેંગલુરુ: સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં એક વ્યક્તિ ફ્લાયઓવર પરથી નોટોના બંડલ ઉડાવી રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ બ્લેક બ્લેઝર અને સફેદ શર્ટમાં જોવા મળી રહ્યો છે. આ વ્યક્તિ ફ્લાયઓવર પરથી પૈસાના બંડલ વરસાવતો જોવા મળે છે. આ વીડિયો બેંગ્લોરનો છે. આ વ્યક્તિ બેંગલુરુમાં KKR માર્કેટ ફ્લાયઓવરની ટોચ પરથી 10 રૂપિયાનું બંડલ ઉડાવી રહ્યો છે. રસ્તા પર અનેક વાહનો આવી રહ્યા છે. પૈસા ઉડતા જોઈ લોકો પૈસા પડાવી લેવા કારમાંથી નીચે ઉતર્યા. પૈસા પડાવી લેવા માટે ફ્લાયઓવર પાસે ઘણી ભીડ છે.
આ પણ વાંચો Gujarat High court Judgement : ફેમિલી કોર્ટના હુકમ સામે 90 દિવસમાં કરેલી અપીલ માન્ય ગણાશે
ફ્લાયઓવર પરથી નોટોના બંડલ ઉડાડવા માંડ્યા: એક રિપોર્ટ અનુસાર નોટોના બંડલને ઉડાવનાર વ્યક્તિ પૂર્વ કબડ્ડી ખેલાડી છે. તમને જણાવી દઈએ કે આ કબડ્ડી પ્લેયરનું થોડું કામ થયા પછી તે એટલો ખુશ થઈ ગયો કે તેણે ફ્લાયઓવર પરથી નોટોના બંડલ ઉડાડવા માંડ્યા. આ વ્યક્તિએ બેંગ્લોરમાં KKR માર્કેટ પાસે ફ્લાયઓવરની ઉપરથી ચલણી નોટોનો વરસાદ શરૂ કર્યો હતો. આ બનાવથી લોકો ચલણ લેવા દોડી જતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી. માણસની અસામાન્ય વર્તણૂકને કારણે થોડા સમય માટે હંગામો થયો અને ટ્રાફિક જામ થયો. મળેલી માહિતી અનુસાર વ્યક્તિની ઉંમર 30 વર્ષ છે અને તેને આવી અસામન્ય ઘટનાને અંજામ આપ્યો હતો.
3,000ની કિંમતની નોટો ઉડાવી: ચલણી નોટો જે ઉડાવી હતી તે 10 રૂપિયાની હતી. ઘટના સમયે વિસ્તારમાં રહેલા લોકોના જણાવ્યા અનુસાર તેણે ₹3,000ની કિંમતની નોટો આ વ્યક્તિએ ઉડાવી દીધી હતી. તે વ્યક્તિ કોણ હતો અને તેણે શા માટે પૈસા તેને આ રીતે ઉડાવ્યા તે અંગે કોઈ માહિતી મળેલ નથી. પોલીસની ટીમ ત્યાં પહોંચી ત્યાં સુધીમાં તે વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો હતો. અહેવાલો અનુસાર, સ્થાનિક પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને વ્યક્તિને શોધવાનો પ્રયાસ કરી રહી છે.