- કોરોના વાયરસથી લગભગ 242 બાળકો સંક્રમિત થયા છે
- ત્રીજી લહેર સૌથી વધુ બાળકોને પ્રભાવિત કરી શકે છે
- કોવિડ-19ની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચૂકી છે
બેંગ્લોર: કર્ણાટકમાં છેલ્લા પાંચ દિવસમાં કોરોના વાયરસથી લગભગ 242 બાળકો સંક્રમિત થયા છે. આ જાણકારી સરકારી આંકડાથી મળી છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ ચેતવણી આપી છે કે, આવનારા સમયમાં આ સંખ્યા વધી શકે છે. કોવિડ-19ની બીજી લહેર દરમિયાન એક્સપર્ટ આશંકા કરી રહ્યા છે કે, ત્રીજી લહેર સૌથી વધુ બાળકોને પ્રભાવિત કરી શકે છે. એવામાં આ આંકડા ભયંકર છે.
આ પણ વાંચો- કોરોનાનું સંક્રમણ 15થી 30 દિવસમાં બેગણું વધી શકે છેઃ કર્ણાટક સ્વાસ્થ્ય પ્રધાન
ગયા મંગળવારે રાજ્યમાં સંક્રમણના 1 હજાર 338 નવા કેસ આવ્યા
બ્રુહટ બેંગ્લોર મહાનગરપાલિકાએ કહ્યું કે, ગયા પાંચ દિવસમાં 19 વર્ષથી ઓછી ઉંમરના 242 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એક્સપર્ટ ચેતવણી આપી ચૂક્યા છે કે, કોવિડ-19ની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચૂકી છે. આંકડા દર્શાવી રહ્યા છે કે, આમાં 106 બાળકોની ઉંમર 9 વર્ષથી ઓછી છે. જ્યારે 136 બાળકો 9 અને 19 વર્ષથી વચ્ચેના છે. ગયા મંગળવારે રાજ્યમાં સંક્રમણના 1 હજાર 338 નવા કેસ આવ્યા છે. આ દરમિયાન 31 દર્દીના મોત નિપજ્યા છે.
વધ્યા કેસ!
સ્વાસ્થ્ય વિભાગે એક અધિકારીએ જણાવ્યું કે, થોડા દિવસમાં કેસ ત્રણ ગણા થઇ જશે અને આ મોટો ખતરો છે. કર્ણાટક સરકારે પહેલા જ બધા જિલ્લામાં રાત્રિ અને વીકેન્ડ કરફ્યૂનું એલાન કરી દીધું છે. આ ઉપરાંત કેરલ-કર્ણાટક, મહારાષ્ટ્ર કર્ણાટકની સીમાઓ પર પ્રવેશ પર પાબંધી લગાવી દીધી છે. આ દરમિયાન ફક્ત RT-PCR સર્ટિફિકેટવાળા યાત્રિઓને જ આવાજવાની પરમિશન હશે. આ સર્ટિફિકેટ 72 ક્લાકથી વધુ જૂનું ન હોવું જોઇએ.
આ પણ વાંચો- ચિકમગલુર જિલ્લામાં લોકડાઉનમાં ક્વોરેનટાઈન લોકોની વ્હારે ‘સહાય’ ટીમ
કર્ણાટકમાં ગયા મહિને દરરોજ 1500 કેસ સામે આવ્યા
કર્ણાટકમાં ગયા મહિને દરરોજ 1500 કેસ સામે આવ્યા હતા. તાજેતરમાં જ સત્તા સંભાળનાર નવા મુખ્યપ્રધાન બાસવરાજ બોમ્મઇએ વેક્સિનના ડોઝને 65 લાખથી 1 કરોડ પ્રતિમાસ કરવાનો વાયદો કર્યો છે. સૂત્રોએ જાણકારી આપી છે કે, સરકાર 16 ઓગસ્ટથી આંશિક લોકડાઉન કરી શકે છે. રાજ્યમાં અત્યારસુધી કોવિડ-19ના 29 લાખ 21 હજાર 049 દર્દી મળી ચૂક્યા છે. આમાંથી 36 હજાર 88 દર્દીઓની મોત થઇ ચૂકી છે. હાલ 22 હજાર 702 દર્દીઓ સારવાર હેઠળ છે.