- કિંગ્સ ઇલેવન પંજાબ અત્યાર સુધી એક પણ વખત ફાઈનલ નથી જીતી
- આઈપીએલમાં ખેલાડીઓની હરાજી પહેલા નામ બદલવાનો કરાયો નિર્ણય
- મુખ્ય બ્રાન્ડ પર ધ્યાન આપવાનો યોગ્ય સમયઃ કિંગ્સ ઈલેવન પંજાબ
નવી દિલ્હીઃ બુધવારે પંજાબ કિંગ્સ ટીમે પોતાનો નવો લોગો પણ જાહેર કર્યો હતો. ટીમના મુખ્ય કાર્યકારી અધિકારી સતીષ મેનને બ્રાન્ડની નવી ઓળખ અંગે જણાવ્યું કે, પંજાબ કિંગ્સ એક વધુ સારી બ્રાન્ડ નામ છે અને અમે સમજીએ છીએ કે, આ અમારા માટે મુખ્ય બ્રાન્ડ પર ધ્યાન આપવાનો યોગ્ય સમય છે.
અમે અમારા વાયદા મુજબ નવા નામ અને નવા લોગો સાથે આવ્યાઃ પ્રીતિ ઝિન્ટા
આ ટીમના માલિક પ્રીતિ ઝિન્ટાએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, આ નવા વર્ષે મેં ઈશારો કર્યો હતો કે, વર્ષ 2021 નવી શરૂઆત સાથે શરૂ થશે. તો આ રહ્યું નવું નામ અને લોગો, જેવો વાયદો કર્યો હતો તે પ્રમાણે. હવે આપણું પંજાબ હશે પંજાબ કિંગ્સ. મને મારા મિત્રો, ફેન્સ અને શુભચિંતકોને આ જણાવતા ખુબ જ ખુશી થાય છે. જોકે, મોહિત બર્મન, નેસ વાડિયા, પ્રીતિ ઝિન્ટા અને કરણ પૉલની આ ટીમ એક પણ વખત હજી સુધી આઈપીએલ જીતી નથી શકી.