ETV Bharat / bharat

Bearish Stock Market : સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર તૂટ્યું, BSE Sensex 671 પોઈન્ટનો કડાકો - એડવાન્સ ડેકલાઈન રેશિયો

આજે ભારતીય શેરબજારની સપાટ શરુઆત બાદ અચાનક જ ફિયાસ્કો થયો હતો. ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંક આજે વધારા સાથે ખુલ્યા બાદ અચાનક જ નીચે તરફ ઘટવા લાગ્યા હતા. ત્યારબાદ સતત નબળું વલણ રહેતા કોઈ જ સુધારો નોંધાવ્યા વગર BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 671 અને 198 પોઈન્ટનો કડાકો બોલાવી બંધ થયા હતા.

Bearish Stock Market
Bearish Stock Market
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 8, 2024, 4:38 PM IST

મુંબઈ : ચાલુ સપ્તાહની શરુઆતમાં જ ભારતીય શેરબજારમાં કડાકો બોલ્યો છે. બજારના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty આજે અનુક્રમે 671 અને 198 પોઈન્ટ તૂટીને નીચા મથાળે લાલ રંગમાં બંધ થયા હતા. આજે બંને ઈન્ડેક્સ વધારા સાથે ખુલ્યા હતા. પરંતુ ત્યારબાદ બજાર સતત ઘટતું રહ્યું હતું.

BSE Sensex : આજે 8 જાન્યુઆરી સોમવારના રોજ BSE Sensex ગતરોજના 72,026 બંધની સામે 87 પોઈન્ટ વધીને 72,113 ના મથાળે સપાટ ખુલ્યો હતો. બજારની સારી શરુઆતમાં જ 72,182 પોઈન્ટની ડે હાઈ બનાવી BSE Sensex સતત વેચવાલીના પગલે નીચે તરફ ઘટતો રહ્યો હતો. જેમાં સતત નબળા વલણના પરિણામે આશરે 881 પોઈન્ટ તૂટીને 71,301 પોઈન્ટ ડાઉન ગયો હતો. જોકે, DII ના ટેકારુપી બાઈંગ સાથે આખરે હળવી રિકવરી બાદ BSE Sensex ઈન્ડેક્સ 671 પોઈન્ટ તૂટીને 71,355 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.93 ટકાનો ઘટાડો દર્શાવે છે.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 198 પોઈન્ટ (0.91%) તૂટીને 21,513 ના મથાળે બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 37 પોઈન્ટના સુધારા સાથે 19,761 ના સપાટ મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ શરુઆતમાં NSE Nifty 21,764 ની ડે હાઈ બનાવી હતી. પરંતુ ત્યારબાદ સતત વેચવાલીના પગલે 271 પોઈન્ટ ગગડીને 21,493 સુધી ડાઉન ગયો હતો. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર વચ્ચે ઈન્ડેક્સ સતત નીચે રહ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ગત સપ્તાહે NSE Nifty 21,711 ના મથાળે બંધ રહ્યો હતો.

ટોપ ગેઈનર શેર : આજે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં HCL ટેક (1.02%), સન ફાર્મા (0.44%), એનટીપીસી (0.43%), પાવર ગ્રીડ કોર્પો (0.39%) અને બજાજ ફાઇનાન્સનો (0.38%) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ગગડેલા શેરોમાં બંધન બેંક (-7.39%), નવીન ફ્લોરિન (-5.57%), હિંદ કોપર (-5.45%), આરતી ઇન્ડ (-4.85%) અને બેંક ઓફ બરોડા (-4.77%)નો સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 800 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1399 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં HDFC બેંક, ICICI બેંક, કોટક મહિન્દ્રા અને એક્સિસ બેંકના સ્ટોક રહ્યા હતા.

  1. Stock Market Closing Bell : ભારે એક્શન બાદ બજાર ગ્રીન ઝોનમાં બંધ, IT સ્ટોકમાં તગડી લેવાલી
  2. Share Market Updates : ભારતીય શેરબજારની સપાટ શરૂઆત, ઓટો અને રિયલ્ટી સેક્ટરમાં ખરીદી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.