અમદાવાદઃ આ કાર્યક્રમ યુવાનોને સશક્ત અને જાતિગત સમાનતાને પ્રોત્સાહન આપતો કાર્યક્રમ હતો. જય શાહે જણાવ્યું કે BCCIએ પુરુષો અને મહિલા ક્રિકેટરોની સમાનતા માટે નિર્ણાયક પગલા લીધા છે. BCCIએ તેમના પુરુષો અને મહિલા ક્રિકેટરોની સમાન વેતનના નિર્ણય બાદ અનેક સંસ્થાઓએ BCCIનું અનુકરણ કર્યું છે. જેમાં યુએસ ઓપન ટેનિસ, ઈંગ્લિશ ક્રિકેટ બોર્ડ અને ICC જેવી અનેક સંસ્થાઓનો સમાવેશ થાય છે.
BCCIના પ્રશંસનિય નિર્ણયોઃ BCCIએ ક્રિકેટ જગતમાં અનેક હકારાત્મક નિર્ણયો અમલમાં મુક્યા છે. અમે ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડકપની તડામાર તૈયારીઓ કરી રહ્યા છીએ. હું યુવા ખેલાડીઓને ક્રિકેટની રમત નિહાળતા જ નહીં પણ એક્ટિવલી ક્રિકેટ રમતા અને તેનો આનંદ માણતા જોવા માંગું છું.
એશિયન ગેમ્સમાં ગોલ્ડ બદલ અભિનંદનઃ ચીન ખાતે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેળવવા બદલ જય શાહે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભારતીય બેટર સ્મૃતિ મંધાનાની પ્રશંસા કરી હતી. સોમવારે એશિયન ગેમ્સમાં ભારતે શ્રીલંકાના 117 રનના સ્કોરને સરળતાથી ચેઝ કરી લીધો હતો.
BCCIએ પુરુષો અને મહિલા ક્રિકેટરોની સમાનતા માટે નિર્ણાયક પગલા લીધા છે. BCCIએ તેમના પુરુષો અને મહિલા ક્રિકેટરોની સમાન વેતનના નિર્ણય બાદ અનેક સંસ્થાઓએ BCCIનું અનુકરણ કર્યું છે. જેમાં યુએસ ઓપન ટેનિસ, ઈંગ્લિશ ક્રિકેટ બોર્ડ અને ICC જેવી અનેક સંસ્થાઓનો સમાવેશ થાય છે...જય શાહ(સેક્રેટરી, BCCI)
મેન્સ અને વિમેન્સ માટે પે ઈક્વિટીઃ BCCIએ મેન્સ અને વિમેન્સ એમ બંને ક્રિકેટ ફોર્મેટમાં મેચ ફીની સમાનતા જાહેર કરી છે. અમે કોન્ટ્રાક્ટ બેઝ્ડ વિમેન ક્રિકેટર્સ માટે પે ઈક્વિટી પોલિસીનો અમલ કરી રહ્યા છીએ તેનો મને આનંદ છે. મેન્સ અને વિમેન્સની મેચ ફીની સમાનતાથી ક્રિકેટને વધુ લોકપ્રિયતા પ્રાપ્ત થશે.
વિવિધ ફોર્મેટની ફીઝઃ ટેસ્ટ ફોર્મેટની ફી 15 લાખ, વનડે ફોર્મેટની ફી 6 લાખ અને ટી-20 ફોર્મેટની ફી 3 લાખ નક્કી કરવામાં આવી છે. પે ઈક્વિટી અમારી મહિલા ક્રિકેટરો પ્રત્યે મારી કટિબદ્ધતાને રજૂ કરે છે. એપેક્સ કાઉન્સિલે આ નિર્ણયને સમર્થન આપ્યું તેના માટે હું કાઉન્સિલનો આભાર માનું છું. (ANI)