જમ્મુ: જમ્મુ કાશ્મીર પ્રાંતમાં ફાયરિંગની ઘટના સિવાય રાજકીય ખેંચતાણ સતત ચર્ચામાં રહે છે. સસ્પેન્ડેડ પોલીસ અધિકારી બસંત રથે (IPS Basant Rath Jammu Kashmir) રાજીનામું આપતા પહેલા સોશિયલ મીડિયા (IPS Basant Rath Social Media) પર એક વાત પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, "રાજનીતિ એ એક ઉમદા વ્યવસાય છે", રથે તેના ટ્વિટર હેન્ડલ "કાંગરી કેરિયર" લખ્યું છે. વર્ષ 2000 બેચના IPS અધિકારીના (Resign From Service) અચાનક આ પગલાની પાછળ કોઈ પ્રકારનું કારણ સ્પષ્ટ કર્યું નથી. પરંતુ દાવો કર્યો છે કે "જો હું ક્યારેય રાજકીય પક્ષમાં જોડાઉં તો, તે ભાજપ હશે." "...જો હું ક્યારેય ચૂંટણી લડીશ, તો તે કાશ્મીરમાંથી હશે. જો હું ક્યારેય રાજકારણમાં જોડાઈશ, તો તે 6 માર્ચ, 2024 પહેલા હશે",
આ પણ વાંચો: કયું હિન્દુત્વ પીઠમાં છરા મારવાનું શીખવે છે?: પ્રિયંકા ચતુર્વેદી
રાજીનામામાં શું લખ્યું: J&K ના મુખ્ય સચિવને સંબોધિત તેમના રાજીનામાના પત્રમાં, તેમણે કહ્યું: “સર, હું ચૂંટણીના રાજકારણમાં ભાગ લેવા સક્ષમ થવા માટે IPSમાંથી રાજીનામું આપવા માંગુ છું. કૃપા કરીને આ પત્રને રાજીનામું/સ્વૈચ્છિક નિવૃત્તિ તરીકે સ્વીકારવા માટેની મારી વિનંતી છે. જેને ધ્યાનમાં લો અને આગલની લીગલ પ્રક્રિયા કરો.” રથે 25 જૂને સવારે 4:20 વાગ્યાનો સમય દર્શાવતા પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. રથને હાલમાં હોમ ગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા. રવિવારે તેમણે સવારે તેમના અનુયાયીઓ અને મિત્રોને આશ્ચર્યચકિત કર્યા જ્યારે તેમણે સોશિયલ મીડિયા પર રાજીનામું પત્ર પોસ્ટ કર્યું. ETV ભારતે મૂળ ઓડિશાના રથનો સંપર્ક કર્યો હતો. પરંતુ આ અહેવાલ પ્રકાશિત થયો ત્યાં સુધી કોઈ જવાબ મળ્યો ન હતો.
વિવાદમાં રહ્યા છે: ગત જુલાઈ 2020માં, ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર, રથને "ગેરવર્તણૂક" ના માટે સસ્પેન્શન હેઠળ મૂકવામાં આવ્યો હતા. જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંઘ સામે પોલીસ ફરિયાદ નોંધાવ્યાના બે અઠવાડિયા પછી મંત્રાલય દ્વારા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેની સાથે તે કથિત રીતે સોશિયલ મીડિયાના અણબનાવમાં સામેલ હતા.
આ પણ વાંચો: કોંગ્રેસ દરેક રાજ્યની રાજધાનીમાં અગ્નિપથ સ્કીમ વિરુદ્ધ કરશે આંદોલન
કોણ છે: રથ, જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, એક જાણીતા IPS અધિકારી છે જેમણે કાશ્મીરમાં તેમની પોસ્ટિંગ દરમિયાન એક પહેલ દ્વારા નોંધપાત્ર સદ્ભાવના દર્શાવી હતી. જ્યાં તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓમાં મફત પુસ્તકોનું વિતરણ કર્યું હતું. જૂન 2020 માં, રથે જમ્મુના ગાંધીનગર ખાતે સ્ટેશન હાઉસ ઓફિસર સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપ લગાવ્યો હતો કે દિલબાગ સિંહે તેની સુરક્ષા અને પ્રતિષ્ઠા માટે જોખમ ઊભું કર્યું છે. રથે કહ્યું કે તે એફઆઈઆરની માંગ કરી રહ્યા નથી, પરંતુ સત્તાવાળાઓને તેમની સાથે કંઇક અણગમતી ઘટના બને તો તેની ફરિયાદની નોંધ લેવા કહ્યું છે.