ETV Bharat / bharat

Hyderabad drugs supply to America: હૈદરાબાદથી અમેરિકા મોકલવામાં આવતું હતું ડ્રગ્સ, આ રીતે થયો પર્દાફાશ

NCB અધિકારીઓએ હૈદરાબાદથી યુએસમાં પ્રતિબંધિત સાયકોટ્રોપિક (Hyderabad drugs supply to America) દવાઓના સપ્લાયનો પર્દાફાશ કર્યો છે. NCBએ આરોપી આશિષની ધરપકડ કરી છે અને ફાર્મા ડ્રગ્સનો જંગી જથ્થો જપ્ત કર્યો છે.

Hyderabad drugs supply to America: હૈદરાબાદથી અમેરિકા મોકલવામાં આવતું હતું ડ્રગ્સ, આ રીતે થયો પર્દાફાશ
Hyderabad drugs supply to America: હૈદરાબાદથી અમેરિકા મોકલવામાં આવતું હતું ડ્રગ્સ, આ રીતે થયો પર્દાફાશ
author img

By

Published : May 8, 2022, 8:56 PM IST

હૈદરાબાદઃ હૈદરાબાદથી અમેરિકામાં પ્રતિબંધિત દવાઓ (Hyderabad drugs supply to America) સપ્લાય કરવામાં આવી રહી હતી, જેનો NCBએ પર્દાફાશ (Hyderabad NCB Bursts the Racket) કર્યો છે. એક આરોપીની ધરપકડ કર્યા બાદ આરોપીના ઘરેથી લગભગ 3.17 કરોડ રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા છે. એનસીબીને જાણવા મળ્યું કે, આશિષ ગેરકાયદેસર ઈન્ટરનેટ ફાર્મસીઓ દ્વારા પ્રતિબંધિત દવાઓ યુએસ અને અન્ય દેશોમાં સપ્લાય (International Drugs Racket) કરતો હતો. આશિષ જેઆર ઈન્ફિનિટી પ્રાઈવેટ લિમિટેડ જે ડોમલગુડામાંથી ગેરકાયદેસર સપ્લાય કરતી હતી, ત્યાંથી તેણે અમેરિકા અને અન્ય કેટલાક દેશોમાં નાર્કોટિક્સ મોકલ્યા છે.

આ પણ વાંચો- મોરબી માળીયા હાઇવે પર સર્જાયો અકસ્માત, પાંચ વર્ષના બાળક સહિત પાંચ લોકોના કમકમાટી ભર્યા મોત

5 મેના રોજ NCBએ આશિષના ઘરે દરોડા (Hyderabad NCB raid drugs racket) પાડ્યા હતા. ત્યારબાદ તેમની પાસેથી પ્રતિબંધિત દવાઓ અને ત્રણ કરોડ રૂપિયા પણ જપ્ત કર્યા હતા. આ ઉપરાંત લેપટોપ, સેલ ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે. NCB અનુસાર, એક હજારથી વધુ ગેરકાયદેસર ડાયવર્ઝન અને ડ્રગ્સ ભારતમાંથી યુએસ અને યુએસની અંદર મોકલવામાં આવ્યા હતા. દાણચોરી કરાયેલી સાયકોટ્રોપિક ગોળીઓમાં ઓક્સીકોડોન, હાઇડ્રોકોડોન, અલ્પ્રાઝોલમ, ડાયઝેપામ, લોરાઝેપામ, ક્લોનાઝેપામ, ઝોલ્પીડેમ, ટ્રામાડોલ વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો- Jamnagar Lokdayro: જામનગરના લોકડાયરામાં 20,000ની નોટનો વરસાદ થતા લોકોમાં ચર્ચા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.