બેંગલુરુ: ડેટિંગ એપથી (Dating Application) એક યુવતી સાથે ઓળખાણ કરાવનાર બેંક મેનેજરને લોન (Bank Loan procedure) લેવી મોંધી પડી છે. એટલું જ નહીં કાયદાકીય પગલાંનો (Cheating Case Filed) સામનો કરવાનો વારો આવ્યો છે. બેંગલુરુમાં લોન મામલે તેને 6 કરોડ રૂપિયા (Fraud of Rupee 6 crore) ગુમાવ્યા છે. પોલીસે બેંક મેનેજરની ધરપકડ કરી છે, જેણે બેંકમાં ખાતેદારના ખાતામાંથી પૈસા આપ્યા હતા.
આ પણ વાંચોઃ શોર્ટ કટ બન્યો કાયમી માટે લોંગ ટર્ન : 1 વર્ષથી છેતરપિડી કરનાર આરોપી આખરે ઝડપાતા આપ્યો ચોકાવનારો ખુલાસો
કોણ છે આઃ આ વ્યક્તિનું નામ હરિશંકર છે. જે એક બેંક મેનેજર (Fraud Bank Manager) છે જેમણે પૈસા ગુમાવ્યા છે. તેઓ હનુમંતનગર ખાતે આવેલી ઈન્ડિયન બેંકમાં મેનેજર છે. થાપણદાર અનિતાના FD ખાતા પર 6 કરોડ રૂપિયાની લોન લેવાના આરોપમાં હનુમંતનગર પોલીસે તેની ધરપકડ કરી છે.
ડેટિંગ એપમાં હતું ખાતુંઃ હરિશંકરે ચાર મહિના પહેલા ડેટિંગ એપમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. એ પછી તે એક યુવતી સાથે પરિચયમાં આવ્યો હતો. યુવતી હરિશંકરના મોબાઈલ પર ટેક્સ્ટ પણ કરતી હતી. યુવતીના સંદેશાઓથી પ્રભાવિત થયેલા હરિશંકરે પાસે તેણે પૈસા માંગ્યા હતા અને હરિશંકરે રૂ.12 લાખ એના ખાતામાં ટ્રાંસફર કરી દીધા હતા.
આ પણ વાંચોઃ બાળકો ઓનલાઈન ગેમ રમતા હોય તો ચેતી જજો બાકી આવું આવશે પરિણામ
વધુ પૈસા માંગ્યાઃ આ ઘટના બાદ યુવતીએ વધુ પૈસા માંગ્યા હતા. યુવતીના સંદેશાઓથી પ્રભાવિત થયેલા હરિશંકરે ભારતીય બેંકમાં થાપણદાર અનીતા નામના FD ખાતાધારક પાસેથી 6 કરોડ રૂપિયાની લોન લીધી હતી. તેણે તે ડેટિંગ લેડીને છ કરોડ રૂપિયા પછી આપી દીધા હતા. આ પ્રકારનું ચિટિંગ તારીખ 13 મે થી 19 મે વચ્ચે થયું હતું. બેંક ગ્રાહકના નામે રૂ. 6 કરોડ બહાર પાડવાની આંતરિક તપાસ દરમિયાન આ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે બેંક મેનેજરની ધરપકડ કરી છે.
1.3 કરોડ રૂપિયા જમા કરાવ્યાઃ સૂત્રોના જણાવ્યા અનુસાર, એક મહિલા ગ્રાહકે તેના નામે રૂ. 1.3 કરોડ જમા કરાવ્યા હતા. પછી એની સામે લોન તરીકે રૂ. 75 લાખનો લાભ લીધો હતો. મહિલાએ લોન મેળવવા માટે બેંકમાં દસ્તાવેજો જમા કરી દીધા. મેનેજરે એક ટીમ અંતર્ગત આ ડૉક્યુમેન્ટ સાથે છેડછાડ કરી હતી. પછી ઓવરડ્રાફ્ટ તરીકે અલગ અલગ હપ્તાઓમાં પૈસા ચૂક્તે કરવા સુરક્ષિત રીતે પગલું ભરી લીધું.
આ પણ વાંચોઃ ઓનલાઈન ગેમિંગ કૌભાંડનો પર્દાફાશ : એક જ ખાતામાંથી મળ્યા 300 કરોડના વ્યવહારો
પોલીસ ફરિયાદ થઈઃ આ કિસ્સો સામે આવતા ઈન્ડિયન બેંકના ઝોનલ મેનેજર ડીએસ મુર્તીએ હરિશંકર સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. જેની સાથે ડૉક્યુમેન્ટમાં છેડછાડ કરનારા બે વ્યક્તિઓ પણ સામિલ છે. જ્યારે પોલીસે એની ધરપકડ કરીને પૂછપરછ કરી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો. હકીકત એ હતી કે, તેણે એક ડેટિંગ એપ્લિકેશન પર એકાઉન્ટ બનાવ્યું હતુ. બુધવારે શંકરને કોર્ટમાં રજૂ કરાયો અને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં રાખવા આદેશ કરાયો છે.