- આગામી 16 દિવસોમાં 10 દિવસ બેંક બંધ
- 16 થી 19 ડિસેમ્બર સુધી તમારા બેંકના કામ લટકી રહેવાના
- 18 ડિસેમ્બરના રોજ યુ સો થામની ડેથ એનિવર્સરી
હૈદરાબાદ: આવતા 4 દિવસોમાં તમારે બેંક સાથે જોડાયેલ કોઇ કામ છે તો તમારી યોજના પર પાણી ફરી વળશે. કારણકે આજથી ચાર દિવસો સુધી બેંક બંધ (Bank Holidays) રહેવાની છે. એટલે કે 16 થી 19 ડિસેમ્બર સુધી તમારા બેંકના કામ લટકી રહેવાના છે. ડિસેમ્બર મહિનાના પણ ધણા દિવસો બેંક બંધ રહેશે. જો તમારે બેંક સાથે કોઇ કામ છે તો તમારા માટે આ કામના સમાચાર છે.
18 ડિસેમ્બર અને 19 ડિસેમ્બર
16 અને 17 ડિસેમ્બરના બેંક હડતાલ (Bank strike) પર છે જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણના વિરોધમાં યુનાઈટેડ ફોરમ ઑફ બેંક યુનિયંસ (UFBU) દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. આ હડતાલની અસર બેંકોના કામકાજ પર પડશે, જેનાથા સામાન્ય લોકોને મુશકેલી વેઠવી પડશે. UFBU યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (United Forum of Bank Unions) હેઠળ બેંકોની 9 યુનિયન આવે છે.
આગામી 16 દિવસોમાં 10 દિવસ બેંક બંધ
18 ડિસેમ્બરના રોજ યુ સો થામની ડેથ એનિવર્સરી છે, આ દિવસ શિલૉન્ગમાં બેંક બંધ રહેશે અને 19 ડિસેમ્બરના રવિવાર છે. અડધો ડિસેમ્બર વિતી ગયો છે ત્યારે 16 તેમાં દિવસો બચ્યાં છે, પરંતુ 16 દિવસોમાં પણ 10 દિવસ બેંક બંધ રહેશે. આ કારણે બેંક હોલિડે (Bank Holiday) વિશે જાણકારી મેળવી તેની મુલાકાત લેવી. બેંકની રજાઓ અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ દિવસ છે.
તારીખ | કેમ બંધ | કયા બંધ રહેશે |
16 ડિસેમ્બરે | બેંક હડતાળ | દેશભરમાં |
17 ડિસેમ્બરે | બેંક હડતાળ | દેશભરમાં |
18 ડિસેમ્બર | યુ સો સો થામની પૂણ્યતીથિ | શિલોંગ |
19 ડિસેમ્બર | રવિવાર | સર્વત્ર |
24 ડિસેમ્બર | ક્રિસમસ | આઈઝોલ |
25 ડિસેમ્બર | ક્રિસમસ અને ચોથો શનિવાર | દેશભરમાં |
26 ડિસેમ્બર | રવિવાર | સર્વત્ર |
27 ડિસેમ્બર | ક્રિસમસ સેલિબ્રેશન | આઈઝોલ |
28 ડિસેમ્બર | યુ કિઆંગ નાંગબાહ | શિલોંગ |
31મી ડિસેમ્બર | ન્યુ યર ઈવ | આઈઝોલ |
આ પણ વાંચો: વિરમગામના માંડલમાં SBI બેંકનું ATM છેલ્લા 20 દિવસથી બંધ
આ પણ વાંચો: બેંક કર્મચારીઓ આજથી બે દિવસની હડતાળ પર