ETV Bharat / bharat

Uttarakhand Crime News: 11 વર્ષથી ભારતમાં ગેરકાયદેસર રહેતો બાંગ્લાદેશી નાગરિક હરિદ્વારમાંથી પડકાયો, ગુજરાત કનેક્શન સામે આવ્યું - રુડકી

હરિદ્વાર જિલ્લાના રુડકી નજીકના પિરાન ક્લિયરમાંથી એક બાંગ્લાદેશી નાગરિક ઝડપાયો છે. આ બાંગ્લાદેશી 11 વર્ષથી ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતો હતો. આ બાંગ્લાદેશીનું ગુજરાત કનેક્શન પણ સામે આવ્યું છે. વાંચો આ બાંગ્લાદેશીની ધરપકડ વિશે વિગતવાર.

11 વર્ષથી ભારતમાં ગેરકાયદેસર રહેતો બાંગ્લાદેશી ઝડપાયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 27, 2023, 6:12 PM IST

ઉત્તરાખંડઃ હરિદ્વારા જિલ્લાના રુડકીના પિરાન ક્લિયરમાં દરગાહ સાબિર પાકનો 755મો ઉર્સ મેળો ચાલી રહ્યો છે. આ મેળામાં ભાગ લેવા માટે અનેક શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આ મેળામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ બંદોબસ્તમાં પોલીસને એક સંદિગ્ધ વ્યક્તિ પર શંકા ગઈ. જેની પુછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું કે આ નાગરિક બાંગ્લાદેશનો છે અને 2012થી એટલે કે 11 વર્ષથી ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યો છે.

11 વર્ષથી ભારતમાં ગેરકાયદેસર વસવાટઃ પિરાન ક્લિયર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અને LIUની ટીમને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે ભારતમાં 11 વર્ષથી ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીને ઝડપી લીધો છે. 2012માં આરોપી ભારતમાં ગેરકાયદેસર રીતે ઘુસ્યો હતો. તેણે ગુજરાતને રહેવા માટે પસંદ કર્યુ. અહીં તે મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. બે દિવસ પહેલા તે હરિદ્વાર ટ્રેનમાં પહોંચ્યો હતો. પોલીસે આરાપીની પુછપરછ હાથ ધરી છે. પોલીસે આ નાગરિક વિરુદ્ધ FIR દાખલ કરી છે. આ વિસ્તારમાં દરગાહ સાબિર પાકનો 755મો ઉર્સ મેળો ચાલી રહ્યો છે. આ મેળામાંથી પોલીસે બાંગ્લાદેશી નાગરિકને દબોચી લીધો છે.

ગુજરાત કનેક્શનઃ પોલીસે આરોપીની પુછપરછ કરી ત્યારે તેને ગુજરાતનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમની પાસે પેપર્સની માંગણી કરી હતી. તે પેપર્સ રજૂ કરી શક્યો નહતો. પોલીસે કડક હાથે પુછપરછ કરતા તેને કબૂલી લીધું કે તે બાંગ્લાદેશનો નાગરિક છે. તે 2012થી એટલે કે 11 વર્ષથી ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યો છે. આ આરોપીનું નામ શેખ અબ્દુલ રફિક છે તે બાંગ્લાદેશના જિલ્લા બાગેરહાટના ખુલના વિસ્તારનો રહેવાસી છે.

હરિદ્વારના પિરાન ક્લીયરના મેળામાંથી એક બાંગ્લાદેશી નાગરિકને અમે ધરપકડ કરી છે. બાંગ્લાદેશી નાગરિક વિરુદ્ધ FIR દાખલ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે...સ્વપ્ન કિશોર સિંહ (S.P., હરિદ્વાર ગ્રામીણ)

  1. NDPS એકટ : આરોપી વિદેશી નાગરિક હોવાથી હાઈકોર્ટે વચગાળા જામીન ફગાવ્યા
  2. મુંબઇથી સ્ક્રીનિંગ થયા વગર રાજકોટ પહોંચેલો વિદેશી નાગરિક ઝડપાયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.